Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કર્ણાટક સરકારને તોડી પાડવા રચ્યું ષડ્યંત્ર :ભાજપ નાણાં એકત્ર કરે છે :કુમારસ્વામીના ગંભીર આક્ષેપો

ભાજપના કેટલાક નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપી

બેંગ્લુરુ :કર્ણાટકના મુખ્ય મંત્રી કુમારસ્વામીએ ભાજપ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કુમાર સ્વામીએ જણાવ્યુ હતું કે, ભાજપ કર્ણાટકમાં સરકારને પાડવા માટે નાણા એકત્ર કરી રહી છે. કુમાર સ્વામીએ ભાજપના કેટલાક નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપી છે. કુમારસ્વામીએ કહ્યુ કે, ભાજપ દ્વારા કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોને નાણાની લાલચ આપવામાં આ વી રહી છે. ભાજપે કોંગ્રેસ અને જેડીએસના નારાજ ધારાસભ્યોની એક યાદી તૈયાર કરી હોવાનું સામે આવ્યુ છે.

 કુમારસ્વામીએ રાજ્યમાં કોઈપણ પરિસ્થિતિ કે પડકારનો સામનો કરવાની પણ તૈયારી દર્શાવી છે.અત્રે ઉશેલખનીય છે કે આ પહેલા કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુડુ રાવે કહ્યુ હતુ કે, ભાજપના કેટલાક ધારાસભ્યો ભાજપ છોડીને કોંગ્રેસમાં આવવા તૈયાર  છે, ભાજપના લોકો કોંગ્રેસના ધારાસભ્યોને પૌસાની લાલચ આપીને કોંગ્રેસને તોડવાનું કામ કરી રહી છે. પરંતુ ભાજપના સાતથી આઠ ધારાસભ્યો કોંગ્રેસ જેડીએસના સંપર્કમાં છે.

(12:29 pm IST)