Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ધાર્મિક ઉત્‍સવોમાં ઘોંઘાટ કરતા લાઉડ સ્‍પીકર્સ ઉપર પ્રતિબંધ મૂકતી હાઈકોર્ટ

મુંબઈ : અહીં ધાર્મિક ઉત્‍સવો ચાલી રહ્યા છે ત્‍યારે ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ ઉપર પ્રતિબંધ મૂકવાનો આદેશ મુંબઈ હાઈકોર્ટે આપ્‍યો છે. તહેવારો આવતા - જતાં રહેશે, પરંતુ ઉત્‍સવમાં થતાં ઘોંઘાટ તરફ અમે દુર્લક્ષ કરી શકીએ નહીં, એવું હાઈકોર્ટે જણાવ્‍યાનું પ્રસિદ્ધ થયુ છે. આથી આ વર્ષે ડીજેના લાઉડ સ્‍પીકર્સની જગ્‍યાએ પારંપારીક વાદ્યોનો નાદ સાંભળવા મળશે. હાઈકોર્ટે નોંધ્‍યુ છે કે ઉત્‍સવ દરમિયાન નિપજતા ઘોંઘાટ તરફ બેધ્‍યાનપણું કરી શકાય નહીં. આ પ્રકરણે આગળની સુનાવણી ૧૯ સપ્‍ટેમ્‍બર સુધી લંબાવાઈ છે.

(12:13 pm IST)