Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

‘બુરાડી કાંડ': પરિવારના ૧૧ સભ્‍યોએ આત્‍મહત્‍યા નહોતી કરી, દુર્ઘટના હતી

CBIએ પોલીસને જે સાઈકોલોજિકલ ખુર્લ્‍યુ રિપોર્ટ સોંપ્‍યો છે, તે અનુસાર ભાટિયા પરિવારના લોકોનો હેતુ આત્‍મહત્‍યા કરવાનો નહોતો, પણ તેમનું મૃત્‍યુ એક દુર્દ્યટનાને કારણે થયુ હતું અને ભૂલથી દરેક સભ્‍યનો જીવ જતો રહ્યો.

નવીદિલ્‍હી, તા.૧૫: દિલ્‍હીના બુરાડીમાં એક જ પરિવારના ૧૧ લોકોના રહસ્‍યમય સંજોગોમાં થયેલા મોતથી આખા દેશમાં ચકચાર મચી ગયો હતો. એક જ પરિવારના ૧૧ લોકોએ આત્‍મહત્‍યા કરી કે પછી તેમના મૃત્‍યુ પાછળ અન્‍ય કોઈ કારણ જવાબદાર છે તે પ્રશ્ન હજી પણ લોકોના અને પોલીસના મનમાં છે. હવે આ કેસમાં એક નવો ખુલાસો થયો છે.

CBI એપોલીસને જે સાઈકોલોજિકલ અટોપ્‍સી રિપોર્ટ સોંપ્‍યો છે, તે અનુસાર ભાટિયા પરિવારના લોકોનો હેતુ આત્‍મહત્‍યા કરવાનો નહોતો, પણ તેમનું મૃત્‍યુ એક દુર્દ્યટનાને કારણે થયુ હતું અને ભૂલથી દરેક સભ્‍યનો જીવ જતો રહ્યો.

આ રિપોર્ટ અંતર્ગત પરિવાર અને અન્‍ય નજીકના લોકો સાથે વાતચીત કરવામાં આવી અને પરિવારના સભ્‍યોનો મેડિકલ રિપોર્ટ પણ ચેક કરવામાં આવ્‍યો. રિપોર્ટ અનુસાર, પરિવાર કોઈનો પણ જીવ લેવા નહોતો માંગો પણ દ્યરમાં એક સામૂહિક અનુષ્ઠાન ચાલી રહ્યુ હતું અને તે દરમિયાન આ ઘટના બની.

સાઈકોલોજિકલ અટોપ્‍સીમાં કોઈ પણ વ્‍યક્‍તિના મેડિકલ રેકોર્ડનું વિશ્‍લેષણ કરવામાં આવે છે અને પછી મૃતકના સંબંધીઓ અને નજીકના લોકોની પૂછપરછ કરીને તેમની માનસિક સ્‍થિતિ વિષે જાણવામાં આવે છે.

૧ જુલાઇના રોજ સામે આવેલી આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. ઉલ્લેખનીય છે કે ૧ જુલાઈ, ૨૦૧૮ના રોજ સવારે ભાટિયા પરિવારના ૧૧ સભ્‍યો પોતાના જ દ્યરમાં મૃત અવસ્‍થામાં મળ્‍યા હતા. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્‍ટરે જણાવ્‍યું કે, ભાટિયા પરિવારનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે..

 

(12:10 pm IST)