Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અડધો અડધ ચૂંટણી અફસરો ઠોઠ સાબિત થયાઃ મુકત અને ન્‍યાયી ચૂંટણી કેવી રીતે કરાવવી? વિટંબણા

ભોપાલ : મધ્‍યપ્રદેશમાં ચૂંટણી પૂર્વે પંચે જેમને ચૂંટણીની ફરજ સોંપવાની છે તેમની ચૂંટણી પ્રક્રિયા અંગે સબબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટ (એસડીએમ)થી માંડીને ગ્રામ પંચાયતના તહેસીલદાર (તલાટી) સુધીની વ્‍યકિતઓના પરિક્ષણ દરમિયાન ૩૨૩ અધિકારીઓ તેમના પદને છાજે તેવો દેખાવ કરી શકયા ન હતા. તે સંજોગોમાં તેઓ મુકત અને ન્‍યાયી ચૂંટણી કાર્ય કેવી રીતે કરી શકશે? તે સવાલ પંચને પણ સતાવે છે. આમાના કેટલાક અધિકારીઓને તો રાજયના પાટનગર ભોપાલ, નજીકના શહેર સહારે, હોશંગાબાદ, રાધોગઢ, ગુના, ગ્‍વાલિયર, ઈન્‍દોર અને છતરપુર જેવા વિસ્‍તારોમાં ફરજ સોંપવામાં આવવાની હતી. મ.પ્રદેશમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ૨૩૦ બેઠકોની ચૂંટણી ફરજ માટે ત્રણ ગણા અધિકારીઓ એટલે કે ૭૦૦ અધિકારીઓની પરીક્ષા લેવાઈ હતી.

(12:08 pm IST)
  • નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST

  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST