Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સુકન્‍યા યોજનામાં ૩ મોટા બદલાવ, ૧૦૦૦ નહીં હવે ૨૫૦ રૂપિયામાં ખુલશે ખાતુ

નવીદિલ્‍હી, તા.૧૫: સરકારે સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં ઘણાં મોટા બદલાવ કર્યા છે હવે આ યોજનામાં ખાતુ ખોલવા માટે આપે ફક્‍ત ૨૫૦ રૂપિયા જમા કરાવવાનાં રહેશે. જે પહેલાં ૧૦૦૦ રૂપિયા આ યોજનામાં બદલાવ કરવા પાછળનું કારણ પણ આપવામાં આવ્‍યું છે હવે વધુમાં વધુ લોકો આ સ્‍કીમનો ફાયદો ઉઠાવી શકશે. જો આપ પણ દીકરીનાં પિતા છો તો કેન્‍દ્ર સરકારની આ સ્‍કીમ આપનાં દ્યણાં કામની છે. આગળ જાણો કેવી રીતે ખોલાવી શકો છો ખાતુ

૧. ફક્‍ત ૨૫૦ રૂપિયામાં ખુલશે ખાતુ- સુકન્‍યા સમૃદ્ધિ યોજનાથી જોડાયેલાં નિયમોમાં આ સૌથી મહત્‍વનો બદલાવ છે. આ પહેલાં આ યોજના હેઠળ ખાતુ ખોલવા માટે ૧૦૦૦ રૂપિયા જમા કરાવવા પડતા હતાં હવે આપની બાળકી માટે આ ખાતુ ફક્‍ત ૨૫૦ રૂપિયામાં ખોલાવી શકાય છે. આ નિયમમાં બદલાવ સુકન્‍યા સમૃદ્ધિ યોજના (સંશોધન) કાયદો, ૨૦૧૮ અન્‍તર્ગત કરવામાં આવ્‍યો છે.

૨. વર્ષે જમા રાશિની સીમા ઘટાડવામાં આવી- સરાકર તરફથી સામાન્‍ય લોકોને ધ્‍યાનમાં રાખીને સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક ન્‍યૂનતમ રાશિ રાખવાની સીમામાં બદલાવ કરવામાં આવ્‍યો છે આ પહેલાં વર્ષે ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયા બચતમાં મુકવા અનિવાર્ય હતાં જે હવે દ્યટાડીને ૨૫૦ રૂપિયા કરી દેવામાં આવ્‍યાં છે નવો નિયમ ૬ જુલાઇ ૨૦૧૮દ્મક પ્રભાવમાં આવ્‍યો છે

૩. દર ત્રણ મહિને વ્‍યાજ નક્કી થશે- શરૂઆતમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં ખાતા પર વ્‍યાજ વાર્ષિક આધાર પર મળે છે. પણ એક નિયમ મુજબ સરકાર આ યોજના હેઠળ જમા રાશિ પર દર ત્રણ મહિને નવું મુજબ મળશે. આ પ્રાવધાન અન્‍ય નાની બચત યોજનાઓ જેમ કે, PPF અને સીનિયર સિટિઝન સેવિંગ સ્‍કીમમાં પહેલેથી છે. હાલમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં ૮.૧ ટકા વ્‍યાજ (ચગ્રવૃદ્ધિ) વાર્ષિક મળે છે.

૪. ક્‍યાં ખોલી શકાશે ખાતુ- સુકન્‍યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ આપ કોઇપણ પોસ્‍ટ ઓફિસ કે બેંકની અધિકૃત શાકામાં ખોલાવી શકો છો. સામાન્‍ય રીતે બેંક ભ્‍ભ્‍જ્‍ ખાતુ ખોલવાની સુવિધા ઉપલબધ કરાવશે. તે સુકન્‍યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ પણ ખોલાવે છે.

૫. કયા દસ્‍તાવેજની પડે છે જરૂરિયાત- સુકન્‍યા સમૃદ્ધિ એકાઉન્‍ટ ખોલવવા માટે ફોર્મ, બાળકીનું જન્‍મ પ્રમાણપત્ર, જમાકર્તા (માતા-પિતા કે સંબંધી)નું ઓળખ પત્ર, જેમ કે પેન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્‍સ, પાસપોર્ટ અને જમાકર્તાનું એડરેસ પ્રુફ જેમ કે, પાસપોર્ટ, રાશન કાર્ડ, વીજળીનું બિલ, ટેલીફોનનું બીલ. આપ ખાતામાં પૈસા જમા કરવા માટે નેટ-બેંકિંગનો ઉપયોગ પણ કરી શકો છો. ખાતુ ખોલાવ્‍યા બાદ બેંક તરફથી આપને એક સુકન્‍યા સમૃદ્ધિ યોજનાની પાસબુક મળશે.

૭.શું મળે છે ફાયદો- જયારથી સરકારે સુકન્‍યા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરી છે ત્‍યારથી તેનાં પર ભ્‍જ્‍દ્મક વધુ વ્‍યાજ મળી રહ્યું છે. જેમાં જમા કરાવવામાં આવતી રકમ આપનાં આવક અધિનિયમની કલમ ૮૦ઘ્‍ હેઠળ લાભ પણ મળે છે. ન ફક્‍ત તેનાં પર મળતા વ્‍યાજ પણ મેચ્‍યોરિટી પર મળનારી રકમ પણ ટેક્‍સ ફ્રી હોય છે.

૮. ક્‍યારે ઉપાડી શકાય છે રકમ- દીકરી જયારે ૧૮ વર્ષની થાય તે પહેલાં આપ પૈસા કાઢી શકતા નથી. તેનાં ૨૧ વર્ષનાં થવા પર અકાઉન્‍ટ મેચ્‍યોર થાય છે. દીકરીનાં ૧૮ વર્ષ પૂર્ણ થયા બાદ આપ આંશિક રકમ ઉપાડવાની સુવિધા મળે છે. એટલે કે આપનાં ખાતામાં જમા રકમની ૫૦ ટકા સુધીની રકમ ઉપાડી શકો છો.

૯. જો દુર્ભાગ્‍યવશ દીકરીનું નિધન થયુ તો?- જો આવી કોઇ દુર્ભાગ્‍યપૂર્ણ ઘટના બને તો ખાતુ તુરંત બંધ થઇ જશે એવામાં ખાતામાં જમા થયેલી રકમ તેનાં જમાકર્તાઓને આપી દેવામાં આવશે..

(12:17 pm IST)