Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

‘સેલ'માં વસ્‍તુ ખરેખર ઓછા ભાવમાં વેચાય છે ખરા?

કઇ રીતે થાય છે કરામત? જાણો હકીકત

મુંબઇ, તા.૧૫: આપણાંમાથી મોટાભાગના લોકો જયારે પણ કોઈ સ્‍ટોરની બહાર ‘‘સેલ'' શબ્‍દ લખેલો જુએ છે ત્‍યારે સમજયા-વિચાર્યા વગર જ આગળ વધી જાય છે. લોકોને લાગે છે કે સેલના સમયે તેમને સ્‍ટોર ઓછા ભાવમાં વસ્‍તુઓ વેચી રહ્યું છે. જેવું સ્‍ટોર કહે છે. પરંતુ શું હકીકતમાં જયારે દરેક વાર કોઈ સ્‍ટોર વસ્‍તુને ઓછા ભાવમાં વેચવાની વાત કરે છે ત્‍યારે શું તે સાચું બોલે છે ખરાં?

વિચારો, શું એવું પણ થઈ શકે છે કે સ્‍ટોર કોઈ વસ્‍તુ માટે જે ઓરિજિનલ પ્રાઈસ' પર ડિસ્‍કાઉન્‍ટ આપી રહ્યું હોય તે વાસ્‍તવિક ન પણ હોય. આ સવાલોને લઈને હાવર્ડ બિઝનેસ સ્‍કૂલની માર્કેટિંગ યુનિટના પ્રોફેસર ડોનલ્‍ડ એંગ્‍વેએ એક વર્કિંગ પેપર તૈયાર કર્યું. જેમાં અનેક આશ્ચર્યકારક વાતો સામે આવી હતી. પ્રોફેસર એંગ્‍વે અમેરિકાની એક મોટી કંપનીથી જોડાયેલા પ્રોજેક્‍ટ પર કામ કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમણે આઉટલેટ સ્‍ટોર્સ પર કેટલુંક વિચિત્ર થતું જોયું. પ્રોફેસરને જાણ થઈ કે કેટલાક પ્રોડક્‍ટ્‍સને ખાસ રીતે આઉટલેટ સ્‍ટોર્સ પર વેચવા માટે જ તૈયાર કરવામાં આવતું હતું. જે ક્‍યારેય રિટેઈલ શેલ્‍વમાં દેખાઈ જ નહિ. તેમના પ્રોડક્‍ટ્‍સ પર શ્નઅસલી કિંમતઙ્ખની સાથે ડિસ્‍કાઉન્‍ટ પછીની કિંમત લખી હતી. પ્રોફેસર એંગ્‍વેનું કહેવું છે કે પ્રોડક્‍ટ્‍સ પર જે અસલી કિંમત' લખી હતી. તે કિંમત પર તેને ક્‍યારેય વેચવાની કોશિશ કરવામાં જ આવી નથી. આ સાથે જ તેણે કહ્યું કે પ્રોડક્‍ટને તેની અસલી કિંમત પર કોઈ ખરીદતું પણ નથી.

ફેક ડિસ્‍કાઉન્‍ટ ડ્રાઈવ રિયલ રેવન્‍યૂઝ ઈન રિટેઈલ નામથી પોતાના વર્કિંગ પેપરમાં પ્રોફેસર એંગ્‍વેએ લખ્‍યું છે કે મને જાણ થઈ કે કોઈ બ્રાન્‍ડની નકલી કિંમતના જાળમાં ગ્રાહક સરળતાથી ફસાઈ જાય છે. તેઓ બ્રાન્‍ડ વિશે ઓછું જાણે છે. આથી પ્રોફેસર એંગ્‍વે લોકોને સલાહ આપે છે કે કોઈ વસ્‍તુને ખરીદતાં સમયે તેની કિંમતને ગુણવત્તાની કસોટી પર રાખીને જુએ.

(12:17 pm IST)