Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

H1-B વિઝા ધારકોને નોકરી બદલવાની છુટ પર અમેરિકી સંસદમાં લવાયું વિધેયક

ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્‍ણમૂર્તિએ અમેરિકી સંસદમાં એક વિધેયક રજુ કર્યું, રિપબ્‍લિકન પાર્ટીના સાંસદ માઇક કોફમેને પણ તેનું સમર્થન કર્યું

વેશીંગ્‍ટન, તા.૧૫: ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્‍ણમૂર્તિએ અમેરિકી સંસદમાં એક વિધેયક રજુ કર્યું છે. આ વિધેયકનો ઉદેશ્‍ય એચ-૧બી કર્મચારીઓને નોકરી બદલવાના મામલામાં છુટ આપવી અને પેન્‍ડીંગ ગ્રીન કાર્ડ અરજીઓનો જલદીથી નિવેડો લાવવાનો છે. આ બિલમાં અમેરિકામાંથી માસ્‍ટર્સ ડિગ્રી કે ઉચ્‍ચ શિક્ષા મેળવનારને આપવામાં આવનાર એચ-૧ બી વિઝાની વાર્ષિક સીમા ૨૦ હજારથી વધારવાની પણ જોગવાઈ છે.

ડેમોક્રેટિક સાંસદ કૃષ્‍ણમૂર્તિએ ગુરુવારે સંસદના નીચલા સદન પ્રતિનિધિ સભામાં એચ આર ૬૭૯૪ ઇમીગ્રેશન ઇનોવેશન એક્‍ટ ઓફ ૨૦૧૮-રજુ કર્યું હતું. રિપબ્‍લિકન પાર્ટીના સાંસદ માઇક કોફમેને પણ તેનું સમર્થન કર્યું છે. બંને સાસંદોનું કહેવું છે કે કાયદો બની જવાથી એચ-બી વર્ક વિઝામાં સુધાર થવાની સાથે સરળ બની જશે.

જો આ વિધેયક પસાર થાય અને રાષ્ટ્રપતિ તેના ઉપર સિગ્નેચર કરે તો ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્ત કર્મચારી માટે વિઝા કાર્યક્રમ એચ-બી વ્‍યવસ્‍થામાં સુધારો લાવશે અને તેને વ્‍યવસ્‍થિત બનાવશે. સાથે તેમાં ઘરેલું કાર્યક્રમમાં કૌશલ વિકાસ માટે અમેરિકામાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞા, અન્‍જીનિયરિંગ અને ગણિતમાં નિવેશ વધારવાની વાત કરવામાં આવી છે.

ડેમોક્રેટ પાર્ટીના સાંસ કૃષ્‍ણમૂર્તિએ કહ્યું હતું કે ઘરેલુ કાર્યબળના કૌશલ વિકાસ માટે વિધેયકમાં આપણી શિક્ષા પ્રણાલીમાં રોકાણ વધારવાની વાત કરવામાં આવી છે. આ સિવાય ઉચ્‍ચ શિક્ષણવાળા કાર્યબળ માટે વિઝા પ્રણાલીમાં સુધારની વાત છે.

(12:05 pm IST)