Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

આવતા મહિનાથી મોબાઇલ ફોન થશે મોંધા

રૂપિયો ડોલર સામે નબળો પડતા ૧૨% જેટલો થશે ભાવ વધશે

નવીદિલ્હી, તા.૧૫:  જો તમે દીવાળી પર નવો મોબાઈલ ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો થોડો વહેલા ખરીદી લો. કારણ કે આવતા મહીનાથી મોબાઈલ ફોન ઓછામા ઓછા ૧૦ ટકા સુધી મોંઘા થવા જઈ રહ્યા છે. ઓછા ભાવના સ્માર્ટ ફોન અને ફીચર ફોનના ભાવ ૧૨ ટકા સુધી વધી શકે છે. મોબાઈલ ફોન કંપનીઓ ઓકટોબરથી મોબાઈલ ફોનની કીંમત વધારવા જઈ રહી છે. ડોલરના મુકાબલે રુપીયાના મૂલ્યમાં જે ઘટાડો થયો છે તેના કારણે મોબાઈલ નિર્માતા કંપનીઓનો પ્રોડકશન ખર્ચ સતત વધી રહ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડોલરના મુકાબલે રુપિયાના મુલ્યમાં જે દ્યટાડો થયો છે તેનાથી પ્રોડકશન ખર્ચમાં વધારો થયો છે. અને એટલા માટે જ આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરુઆતમાં મોબાઈલ ફોનના ભાવમાં વધારો થશે. મોબાઈલની કીંમતમાં ૧૦ ટકા જેટલો વધારો થઈ શકે છે. અત્યારે જૂના સ્ટોકના ફોન વેચાઈ રહ્યા છે અને નવો સ્ટોક આવશે એટલે નવા વધારવામાં આવેલા નવા ભાવ સાથે ફોન વેચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ડોલરના મુકાબલે રુપિયાના મૂલ્યમાં ઘટાડો થયો છે એક મહિના પહેલા ડોલરનું મુલ્ય ૬૫ રુપિયા આસપાસ હતું જે અત્યારે વધીને ૭૨દ્ગક પાર થઈ ગયો છે. મોબાઈલ ફોન બનાવવા માટેના કેટલાક પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવા પડે છે. અને ડોલરની સરખામણીએ રુપિયાના મુલ્યમાં ઘટાડો થયો છે તેના કારણે ઈમ્પોર્ટ થનારા પાર્ટ્સ માટે કંપનીને વધારે પૈસા ખર્ચ થાય છે. મોબાઈલ કંપનીઓ અનુસાર પ્રોડકશન ખર્ચ જે વધ્યો છે તેને ગ્રાહકોને જ પાસ ઓન કરવો પડશે આમ છતા અમારો પ્રયત્ન હશે કે ગ્રાહકોને ઓછામાં ઓછો બોજ ઉઠાવવો પડે.(૨૨.૨)

(12:02 pm IST)