Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સ્વચ્છતા મિશન : માત્ર ૪ વર્ષમાં ૬૦ વર્ષ જેટલી સફાઈ કામગીરી

સ્વચ્છતા હી સેવા અભિયાનની મોદીએ જોરદાર રીતે શરૃઆત કરી : સામાન્ય લોકોની સાથે સાથે મોદીએ અમિતાભ, રતન તાતા, જગ્ગી વાસુદેવ સાથે વાત કરી : ૪ વર્ષમાં ૮ કરોડ શૌચાલયોનું નિર્માણ થયું છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સ્વચ્છતા હી સેવા અભિયાનના કાર્યક્રમને સંબોધન કરતા દાવો કર્યો હતો કે ચાર વર્ષના ગાળામાં જેટલી સફાઇ થઇ છે તેટલી સફાઇ ૬૦ વર્ષમાં કરવામાં આવી હતી. મોદીએ આ ગાળા દરમિયાન અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન તાતા સાથે પણ વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે અમે ચાર વર્ષમાં જે લક્ષ્ય હાંસલ કરી ચુક્યા છીએ  જે અગાઉ ૬૦ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યા હતા. મોદીએ આજે દાવો કર્યો હતો કે સ્વચ્છતાને લઈને કવરેજનો આંકડો જે કદી ૪૦ ટકા હતો તે હવે ૯૦ ટકા સુધી પહોંચી ગયો છે. મોદીએ ઉમેર્યું હતું કે કોઈએ ક્યારેય આવું વિચાર્યું નહીં હોય કે સ્વચ્છતાના મામલામાં અમે આટલી પ્રગતિ કરી લઈશું. છેલ્લા ૬૦ થી ૭૦ વર્ષમાં સ્વચ્છતાના મામલામાં જેટલી પ્રગતિ થઈ નથી તે પ્રગતિ માત્ર ચાર વર્ષના ગાળામાં થઈ છે. ચાર વર્ષના ગાળામાં જ આઠ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈએ એવું વિચાર્યું નહીં હશે કે ૪.૫ લાખ ગામો, ૪૫૦ જિલ્લાઓ અને ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખુલ્લામાં શૌચ પ્રક્રિયાથી મુક્ત થઈ શકે છે.  મોદીએ આ ગાળા દરમિયાન સામાન્ય લોકોની સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન તાતા સાથે વાતચીત કરી હતી. વિડિયો કોન્ફેરેન્સિંગ મારફતે મોદીએ વાત કરી હતી. મોદીએ આધ્યાત્મિક ગુરૃ જગ્ગી વાસુદેવ સાથે પણ વાત કરી હતી. અમિતાભ બચ્ચને મોદીને આ અભિયાન માટે ક્રેડિટ આપતા કહ્યુ હતુ કે જો તેમના ચહેરા અને બુદ્ધિથી સરકાર પ્રચાર કરી રહી છે તો એટલુ પુરતુ નથી. આના માટે અંગત રીતે પ્રયાસ કરવામાં આવે તે જરૃરી છે. અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે અમે પોતાના સ્તર પર કામ કરી રહ્યા છીએ.અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે તેઓએ મુંબઇના વર્સોવા બીચ પર કેટલાક કામ કરવાના પ્રયાસ કર્યા છે. આ એક વ્યક્તિન ભાવના  હત. જ્યારે સ્વચ્છતા માટે આગળ આવ્યા ત્યારે અન્યો પણ આગળ આવ્યા હતા. તેમને લોકોએ કહ્યુ હતુ કે અહીં સફાઇ માટે જમીન ખોદનાર મશીન નથી. લોકોની રજૂઆત બાદ અમિતાભે મશીન ખરીદી કરીને આપી હતી. લોકોએ એમ કહ્યુ હતુ કે ટ્રેકટરની પણ સાફ  સફાઇ માટે જરૃર છે. રતન તાતાએ કહ્યુ હતુ કે અમે આગળ પણ સ્વચ્છ ભારત મિશનની સાથે જોડાયેલા રહીશુ. ટેકનિક મારફતે પણ જોડવાના પ્રયાસ કરીશુ. મોદીએ સ્વચ્છતા મિશન બદલ તાતા ગ્રુપન પ્રશંસા કરી હત.

નરેન્દ્ર મોદીએ આસામના ડિબ્રુગઢ અને ગુજરાતના મહેસાણામાં સક્રિય સ્વચ્છતા કર્મચારીઓ સાથે સીધી રીતે વાત કરી હત. મોદીએ કહ્યું હતું કે સ્વચ્છતાના કારણે ત્રણ લાખ લોકોની જિન્દગીને બચાવી શકાશે. શૌચાલયની પણ વાત કરી હતી.

 

(7:52 pm IST)