Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

હોસ્પિટલમાં બાળકીનો મોંઘો ટેસ્ટ કરાવવાની ના પાડી તો મા-બાપને થઈ જેલ!

મા-બાપ પાસેથી છીનવાયો બાળકીનો અધિકારઃ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડઃ નવજાત બાળકો મા-બાપથી અલગ થયા

ન્યુયોર્ક, તા.૧૫: અમેરિકામાં ગુરૂવારે ભારતીય મૂળના દંપતિને જામીન માટે મંજૂરી મળી ગઈ. તેમના પર આરોપ હતો કે તેમણે કથિત રીતે પોતાની છ મહિનાની દીકરા સાથે ખરાબ વર્તન અને બેદરકારી ભર્યો વ્યવહાર કર્યો. તેમની પાછલા શુક્રવારે તે સમયે ધરપકડ કરવામાં આવી જયારે તે ફ્લોરિડા પ્રાંતના બ્રોવાર્ડ કાઉન્ટીના હોસ્પિટલમાં બાળકી લઈને પહોંચ્યા. બાળકીના ડાબા બાવડામાં સોજો હતો. હવે બાળ સંરક્ષણ સેવાના અધિકારીઓએ છ મહિનાની બાળકીને પોતાની દેખરેખમાં લીધી છે. જયારે માતા-પિતાને હવે બાળક દેખરેખ કરવાનો અધિકારી નહીં મળે.

અધિકારીઓએ તમિલનાડુ મૂળના દંપતિ બાળકીની દેખરેખ પર સવાલ પૂછ્યા. પૂછપરછ દરમિયાન દંપતિએ કથિત રીતે અધિકારીઓને સવાલ કર્યો કે કેમ બાળકી પર હોસ્પિટલમાં આટલા મોંદ્યા ટેસ્ટ કરાઈ રહ્યા છે? આ ઉપરાંત તેમણે બાળકીને ડોકટરની સલાહના વિપરીત હોસ્પિટલથી લઈ જવાનો પ્રયાસ કર્યો. આ બાદ અધિકારીઓએ તેમની ધરપકડ કરી.

અધિકારીઓએ દંપતિ પ્રકાશ સેતુ અને માલા પનીરસેલ્વમને ફોર્ટ લૌડરડેલ સ્થિત જેલમાં મોકલ્યા હતા. જયાં તેમની જામીનની રકમ ૧ કરોડ ૨૬ લાખ રૂપિયા રાખવામાં આવી. બાદમાં તેને દ્યટાડીને ૧૮ લાખ ૯૫ હજાર રૂપિયા કરી દેવાઈ. દંપતિને દંડ ભરવાના થોડા કલાકો બાદ જ છોડી દેવામાં આવ્યા.

બાળકી હિમિશા અને તેના જોડિયા ભાઈઓને થોડા જ અઠવાડિયા પહેલા બાળ સંરક્ષણ સેવાના અધિકારીઓ પોતાની સાથે લઈ ગયા. દંપતિના પારિવારિક મિત્રોએ તેમના પર લાગેલા આરોપોને સંપૂર્ણ રીતે નકારી દીધા. તેમણે કહ્યું કે ઓનલાઈન ફંડ એકઠું કરવાનું અભિયાન શરૂ કર્યું છે જેથી દંપતિને અમેરિકાની સંસ્થાઓ વિરુદ્ઘ કેસ લડી શકે. માલા પનીરસેલ્વમની મા માલિકાએ મીડિયાને કહ્યું, નવજાત જોડિયા બાળકોને તેમના જૈવિક માતા-પિતાથી અલગ કરવા પાપ છે.

દંપતિના નિકટના પારિવારીક મિત્રોએ દાવો કર્યો કે તેમણે અધિકારીઓને મોંદ્યા મેડિકલ ટેસ્ટની જરૂરિયાત વિશે સવાલ કર્યો હતો કારણ કે મોંદ્યા ટેસ્ટ ઈન્સ્યોરન્સમાં કવર નથી થતા. આ ઉપરાંત તે પોતાની બાળકી માટે મોંદ્યી સારવારનો ખર્ચ નહોતા ઉઠાવી શકતા. અધિકારીઓએ તેને બાળક પ્રત્યે બેદરકારી માની લીધી. જોકે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારી અમેરિકાન અધિકારીઓના સંપર્કમાં છે.(૨૨.૯)

(12:00 pm IST)