Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મેઘાલયમાં કોંગ્રેસને જબરો ફટકો:વરિષ્ઠ નેતા ડોનવા ડેથવેલ્સને આપ્યું રાજીનામું

 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મેઘાલયના 5 વખત સીએમ રહી ચૂકેલા વરિષ્ઠ નેતા ડોનવા ડેથવેલ્સન લપાંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. લપાંગે રાહુલ ગાંધીને ગુરુવારે રાજીનામું સુપરત કરતા કહ્યુ કે, "મને લાગે છે કે દિગ્ગજ લોકોની સેવા પાર્ટીને ઉપયોગી રહ્યા નથી. તેથી અનિચ્છાએ રાજીનામું આપી રહ્યો છું."

(8:52 am IST)