Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સ્વદેશી હોવિત્ઝર તોપનું કરાયુ સફળ પરિક્ષણ: 50 કિમીની છે રેન્જ

 

નવી દિલ્હી :ભારતીય સેનાએ પોખરણ ફાયરિંગ રેન્જમાં ગુરુવારે સાંજના સમયે સ્વદેશ નિર્મિત હોવિત્ઝર તોપ 9-વજ્ર-ટીનુ સફળ પરિક્ષણ કર્યુ છે. તોપ લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવે છે. તોપની રેન્જ 40થી 50 કિમીની છે. તોપ ખાસ રણવિસ્તારની પરિસ્થિતિ જોઈ નિર્મિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તોપને પશ્ચિમ સરહદે તહેનાત કરવામાં આવશે.

(12:00 am IST)