Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પાછલા વર્ષની સરખામણીઅે મુલ્યના સંદર્ભમાં બમણા સોદાઃ પ૦ સોદામાં ૧.૬ અબજ અમેરિકન ડોલરની કિંમતનું વિક્રમજનક રોકાણ

નવી દિલ્હી: વર્ષના ઓગસ્ટ મહિનામાં કુલ 50 સોદામાં 1.6 અબજ અમેરિકન ડોલરની કિંમતના વિક્રમ રોકાણ નોંધાયાં હતાં, પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ જોઈએ તો મૂલ્યના સંદર્ભમાં સોદા બમણા કરતાં વધારે હતા, તેમ એક EY અહેવાલ જણાવે છે.

ઓગસ્ટ 2018 સુધીમાં પ્રાઇવેટ ઇક્વિટી તથા વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ 18.7 અબજ ડોલરને પાર કરી ગયું હતું જે પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ નવ ટકા ઊંચું હતું, તેમ ગુરુવારે પ્રસિદ્ધ થયેલા EYના પ્રાઇવેટ ઇક્વિટી મંથલી ડીલ ટ્રેકર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. અહેવાલ અનુસાર ઓગસ્ટ 2018માં 18 એક્ઝિટમાં 83 કરોડ ડોલરનો આંક નોંધાયો હતો.

પ્રાઇવેટ ઇક્વિટી સર્વિસિસ, EYના પાર્ટનર તથા નેશનલ લીડર વિવેક સોનીએ જણાવ્યું હતું કે, પીઇ-વીસી પ્રવૃત્તિએ ઓગસ્ટ 2018 દરમિયાન 1.6 અબજ ડોલરના અમેરિકન ડોલરના રોકાણ સાથે તેની મજબૂત દોડ જાળવી રાખી હતી. ઓગસ્ટના અંત સુધીમાં ભારત તરફનું સેન્ટિમેન્ટ મજબૂત જળવાઈ રહ્યું હતું. મહિના દરમિયાન ફંડ્સ દ્વારા બે અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા તેમાંથી પુરાવો મળે છે જે ભારતમાં રોકાણ માટે ઉપલબ્ધ 40 અબજ ડોલર જેટલા ઉચ્ચ કક્ષાના ભંડોળમાં ઉમેરો કરે છે.

ભારતીય PE/VC ઉદ્યોગ હવે પરિપક્વ થયેલો દેખાય છે. તેની સાથે PE/VCનું પીઠબળ ધરાવતું પ્લેટફોર્મ મોટા વૈશ્વિક રોકાણકારો જેવા કે બર્કશાયર હેથવેને આકર્ષિત કરી રહ્યું છે, જેણે તાજેતરમાં પેટીએમમાં 30-40 કરોડ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી તેમ તેમણે કહ્યું હતું.

(4:36 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST