Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં નકલી સિમકાર્ડનું રેકેટ ઝડપાયુઃ ૨ શખ્‍સોની ધરપકડઃ લોકોના અંગુઠા વારંવાર લઇને સીમ અેક્ટીવ કરીને ઉંચા ભાવે વેચતા હતા

બારાબંકીઃ સિમ કાર્ડ લેતા સમયે એજન્ટ વારંવાર અંગૂઠો-આંગળી સ્કેન કરાવે, તો સાવધાન રહેજો. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં નકલી સિમનું રેકેટ ઝડપાયું છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. થંબ ઈમ્પ્રેશન લેવાના નામે લોકોના અંગૂઠા વારંવાર સ્કેન કરાવતા હતા. લોકોને આવી રીતે મૂર્ખ બનાવીને આરોપી તેમના આઈડી પર એકથી વધારે સિમ એક્ટિવેટ કરીને ઉચા ભાવે વેચતા હતા. સાઈબર સેલને ફરિયાદ મળવા પર બંનેને ઝડપી લેવામાં આવ્યા.

આરોપીઓની ઓળખ સલીમ અને સંદીપ કુમાર તરીકે કરાઈ છે. પોલીસને તેમની પાસેથી 260 ચાલુ સિમ કાર્ડ મળ્યા છે. આરોપી પ્રી-એક્ટિવેટેડ સિમને ખરીદનારા પાસે દાવો કરતા કે તેમને કોઈ પ્રકારની ઝંઝટનો સામનો નહીં કરવો પડે. આથી લોકો આવા સિમ મોંઘા ભાવે ખરીદતા. તેમને પોતાનું આઈડી આપવાની જરૂર નહોતી પડતી.

સરખી રીતે અંગૂઠાની ઈમ્પ્રેશન આવવાનું કહી ત્રણ-ચાર વખત અંગૂઠો સ્કેન કરાવતા. આવી રીતે વધારે સિમ એક્ટિવેટ કરતા હતા. લોકો એક વ્યક્તિના આઈડી પર પાંચ સિમ કાર્ડ જારી કરતા. લોકોની જાણકારી વિના આઈડી પર ચાલુ કરાયેલા સિમને આરોપી એકથી ત્રણ હજારમાં વેચતા હતા.

સમગ્ર કૌભાંડની સમજીએ તો તમારા આઈડીનો ઉપયોગ ખોટી થવાની આશંકા છે. બીજાના આઈડી દ્વારા અન્ય વ્યક્તિ સાથે કૌભાંડ અને ફ્રોડ કરવામાં આવતું હતું. આથી ગુના થવા પર નંબર ટ્રેક કરતા જેના આઈડી પર કાર્ડ લેવાયું છે તેનું નામ સામે આવે.

સિમનું પેકેટ પહેલાથી ખુલ્લું હોય તો લેશો. સીલવાળું પેકેટ લેવાનો આગ્રહ રાખો. નવું સિમ લીધા બાદ તેના પર ટેલિવેરિફિકેશન જરૂર કરો. જો એજન્ટ અથવા દુકાનદાર તેની જરૂર નથી કહીને વાત બદલે તો સમજો કે કોઈ ગરબડી છે. દુકાન કરતા વધારે સારું રહેશે તમે મોબાઈલ નેટવર્ક કંપનીના રિટેલ આઉટલેટ પર જાઓ. સિમ માટે જે દસ્તાવેજો આપો તેના પર માર્કરથી સાઈન કરો, જેથી તેનો ફરી ઉપયોગ થઈ શકે. વારંવાર થમ્બ ઈમ્પ્રેશન માગવામાં આવે તો ના પાડી દો. એક વાર અંગૂઠાનું નિશાન આપો. અન્યથા બીજા દુકાનદાર પાસે જતા રહો.

(4:36 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST