Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ભોપાલની યુનિવર્સિટી ભણાવશે 'આદર્શ વહુ' બનવાના પાઠ!

બોલો હવે આદર્શ વહુ બનાવા માટે પણ કોર્સ :આદર્શ વહુ તૈયાર કરવા માટે ત્રણ મહિનાનો આ કોર્સ યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થશે

ભોપાલ તા. ૧૪ : શું તમારે સંસ્કારી બહુ જોઈએ છે? તો ભોપાલની આ યુનિવર્સિટીમાં તપાસ કરો. કેમ કે અહીં આવેલ બરકતુલ્લાહ યુનિવર્સિટી કે જેના અહેવાલ તાજેતરમાં જ આવ્યા હતા કે યુનિવર્સિટી પોતે નક્કી નથી કરી શકી કે તેના BCA વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા હિંદીમાં દેશે કે અંગ્રેજીમાં હવે ફરી ચર્ચામાં છે. યુનિવર્સિટીએ હવે ખાસ કરીને યુવતીઓ માટે એક કોર્સ ડિઝાઇન કર્યો છે. આ કોર્સનું નામ છે આદર્શ વહુ બનવાનો કોર્સ. ચોંકો નહીં ખરેખર યુનિવર્સિટી આ કોર્સ ચલાવે છે અને કોર્સ કર્યાનું સર્ટિફિકેટ પણ આપે છે.યુનિવર્સિટીનું માનવું છે કે આ કોર્સ મહિલા સશકિતકરણની દિશામાં આગળનું પગલું છે. આદર્શ વહુ તૈયાર કરવા માટે ત્રણ મહિનાનો આ કોર્સ યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી શરુ થશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડીસી ગુપ્તાએ કહ્યું કે 'આ કોર્સનો ઉદ્દેશ્ય યુવતીઓને લગ્ન પછીના માહોલ અંગે જાગૃત કરવાનો છે જેથી તેઓ લગ્ન પછી નવા પરિવારમાં આસાનીથી સેટ થઈ શકે.' તેમણે વધુમાં કહ્યું કે, 'એક વિશ્વવિદ્યાલય તરીકે સમાજ પ્રત્યે અમારી કેટલીક જવાબદારીઓ છે. અમારું લક્ષ્ય એવી વહુ તૈયાર કરવાનો છે જે પરિવારને એક તાંતણે બાંધીને રાખે.' આ સર્ટિફિકેટ કોર્સ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મહિલા શિક્ષણ વિભાગમાં પાયલોટ પ્રોજેકટ તરીકે શરુ કરવામાં આવશે. તેમના જણવ્યા મુજબ આ એક મહિલા સશકિતકરણનો જ ભાગ છે. જયારે કોર્સમાં શું ભણાવવામાં આવશે તેના અંગે પુછવામાં આવતા વાઈસ ચાન્સેલરે કહ્યું કે, 'અમે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અન્ય વિષયો સાથે જોડાયેલ આવશ્યક મુદ્દાઓનો કોર્સમાં સમાવેશ કરીશું. અમારો ઉદ્દેશ્ય છે કે આ કોર્સ પછી યુવતી લગ્ન બાદ પરિવારમાં આવતા ઉતાર-ચઢાવને સમજવા માટે તૈયાર રહે.'

આ કોર્સની પહેલી બેચમાં ૩૦ યુવતીઓ એડમિશન લેશે. જેના માટે મિનિમમ કવોલિફિકેશનના સવાલ પર તેમણે કહ્યું કે, 'હાલ આ અંગે કંઈ કહેવું વધુ પડતું વહેલું કહેવાશે.' જોકે સૂત્રોના જણાવ્યા મુજબ કોર્સ પૂર્ણ કરનાર યુવતીના વાલીઓ પાસેથી આ અંગે ફિડબેક પણ લેવામાં આવશે. વાઇસ ચાન્સેલરનું કહેવું છે કે આનાથી સમાજમાં હકારાત્મક પરિવર્તન આવશે.

(4:04 pm IST)
  • નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST

  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST