Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

હરિયાણામાં હેવાનિયત :CBSE ટોપર યુવતી સાથે ગેગરેપ:પીએમ પાસે માગી ન્યાયની ભીખ

રાષ્ટ્રપતિના હસ્તેથી સન્માનિત થયેલી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું

હરિયાણાના રેવાડીમાં રાષ્ટ્રપતિના હસ્તેથી સન્માનિત થયેલી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. રેવાડી નાહડમાં સીબીએસઈની ટોપર યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ. અજાણ્યા શખ્સોએ યુવતીનું અપહરણ કરી  રેવાડીના કનીનામાં  દુષ્કર્મ આચર્યુ હતું .

  દુષ્કર્મની ઘટના બાદ પીડિતાના પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર દાખલ કરી છે. કનીના પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતી પરિક્ષા માટે  કનીના જઈ રહી હતી ત્યારે બસ સ્ટેશન પાસેથી તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતું.  ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ યુવતીને નશીલુ પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યુ હતુ.

જે બાદ દુષ્કર્મના પાપીઓ યુવકીને બસ સ્ટેશન પાસે છોડીને ફરાર થઈ ગયા હતા. પીડિત યુવતીને 26 જાન્યુઆરી 2016ના રોજ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસની કામગીરી પર સલાવ ઉઠાવવામાં આવી રહ્યા છે.

 

(2:02 pm IST)
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST

  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST