Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગુજરાતમાં વોહરા સમાજનાં લોકો હંમેશા મારી સાથે હતા : ઇન્દોરમાં વ્હોરા સમાજના ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી મોદીનું ઉદબોધન

ઇન્દોર :ઇન્દોર મુકામે આજ વ્હોરા સમાજના ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા છે. સવારે ઈન્દોર પહોંચેલા વડાપ્રધાનનું મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે સ્વાગત કર્યું હતું તેઓ  53માં ધર્મગુરૂ સૈયદના મફદ્દલ સૈફુદીનના વાઅઝ (પ્રવચન)માં સામેલ થયાં છે

 આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજર ઘણી જ મહત્વની છે.આ કાર્યક્રમમાં હઝરત ઈમામ હુસૈનની શહાદતના સ્મરણોત્સવ અશરા મુબારકમાં કરવામાં આવશે. શિવરાજ સરકારે સૈફુદ્દીનને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો છે. વોહરા સમાજ અને નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો રાજકીય દ્રષ્ટીએ પણ મહત્વ ધરાવી શકે  છે વોહરા સમાજના ઈતિહાસમાં એવું પહેલી વખત થઈ રહ્યું છે કે જ્યારે કોઈ પીએમ તેમના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયાં હોય.

આ તકે ઉદબોધન કરતા વડાપ્રધાન શ્રી  મોદીએ કહ્યું કે, "તમારા બધાં વચ્ચે આવવું મને હંમેશાથી પ્રેરણા આપે છે, એક નવો જ અનુભવ આપે છે. અશરા મુબારકના આ  પવિત્ર પ્રસંગે તમે મને બોલાવ્યો તે માટે તમારો આભારી છું.  તેમણે કહ્યું કે, વોહરા સમાજે હંમેશાથી શાંતિનો સંદેશ આપ્યો છે. ઈમામ હુસૈન અમન અને ઈન્સાફ માટે શહીદ થઈ ગયા હતા. વડાપ્રધાને કહ્યું કે, "શાંતિનો સંદેશ આપવાની આ શક્તિ આપણને દુનિયાથી અલગ બનાવે છે. વોહરા સમાજ દુનિયાને આપણાં દેશની તાકાત બતાવે છે. અમને આપણાં ભૂતકાળ પર ગર્વ છે, વર્તમાન પર વિશ્વાસ છે. વોહરા સમાજના શાંતિ માટે જે યોગદાન આપ્યું, તેની વાત હંમેશાથી વિશ્વ સમક્ષ કરું છું." તેમણે ઉમેર્યું હતું કેવોહરા સમાજની ભૂમિકા રાષ્ટ્રભક્તિ પ્રત્યે સૌથી મહત્વની રહી છે. ધર્મગુરૂ પોતાના પ્રવચનના માધ્યમથી પોતાની માટી સાથેના પ્રેમની વાત કરે છે. વોહરા સમાજની સાથે મારો સંબંધ ઘણો જ જૂનો છે, હું આ પરિવારનો સભ્ય છું, મારા દરવાજા તમારા માટે હંમેશાથી ખુલ્લા છે."

 

(12:40 pm IST)