Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઇરાન ઉપર અમેરિકી પ્રતિબંધો-વેનેઝુએલાની કટોકટી હજુ પેટ્રોલ-ડીઝલ મોંઘાદાટ કરશે

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનો દાવો : આવતા દિવસોમાં ક્રુડની સપ્લાય ઘટશે અને ભાવ વધશે

પેરિસ તા. ૧૪ : ઓગસ્ટમાં ઓઈલનું ગ્લોબલ પ્રોડકશન પ્રતિદિન ૧૦ કરોડ બેરલ જેટલું હાઈ લેવલ પર પહોંચી ગયું હતું. પરંતુ તેમ છતા આગામી સમયમાં ક્રુડ ઓઇલની સપ્લાય ઘટશે અને તેના કારણે ભાવ વધશે. તેનું કારણ અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલ પ્રતિબંધ અને વેનેઝુએલામાં અસ્થિરતાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં એકસોપોર્ટ ઘટશે. આ ચેતવણી ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ગુરૂવારે કહી છે.

એજન્સીએ પોતાના મંથલી રિપોર્ટમાં કહ્યું કે, 'આપણે એ સમયમાં જઈ રહ્યા છે જેની ઓઇલ માર્કેટ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં સપ્લાય ઘટશે.' ક્રુડ ઓઇલના ભાવ અને સપ્લાઇની સીધી અસરના કારણે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઈને વિપક્ષો ભાજપ સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૨૮ પૈસા વધીને નવા ભાવ રૂ. ૮૧.૨૮ થયા છે જયારે ડીઝલના ભાવ ૨૨ પૈસા વધીને રુ. ૭૩.૩૦ જેટલા થયા છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયના પ્રમુખ શહેરો જેવા કે અમાદવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતાના મોટા શહેરોમાં પણ આ ભાવ વધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. અમદાવાદમાં આજનો પેટ્રોલ ભાવ ૬૮ પૈસાના વધારા સાથે ૮૦.૬૯ પર પહોંચી ગયો છે. જયારે ડીઝલનો ભાવ ૬૭ પૈસાના વધારા સાથે ૭૮.૯૮ થઈ ગયો છે. તે જ રીતે સુરતમાં પેટ્રોલનો ભાવ ૮૦.૧૩ છે જયારે ડીઝલનો ભાવ ૭૮.૪૩ થઈ ગયો છે. રાજકોટમાં પેટ્રોલ ૮૦.૬૧ અને ડીઝલ ૭૮.૮૯ રુપિયા પહોંચી ગયું છે તો વડોદરા ખાતે પેટ્રોલ રૂ.૮૦.૨૨ અને ડીઝલ રૂ.૭૮.૫૧ થઈ ગયું છે.

તો બીજ તરફ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કંટ્રિઝ (OPEC)નું પ્રોડકશન ૩.૨ કરોડ બેરલ પ્રિતિદિવસ સાથે નવ મહિનાના સૌથી ટોંચ પર છે. જેના કારણે ગ્લોબલ પ્રોડકશન પણ તેના ટોપ સ્તર પર પહોંચ્યું છે. OPECએ જૂનમાં નક્કી કર્યું હતું કે ક્રુડના ભાવમાં આવેલ વધારાને કંટ્રોલમાં રાખવા માટે તેઓ પ્રોડકશનમાં વધારો કરશે. અત્યાર સુધી તેના કારણે વેનેઝુએલા અને ઈરાન ક્રાઇસિસની ભરપાઈ થઈ રહી છે. જોકે IAEનું માનું છે કે ભવિષ્યની માગને જોતા બીજા ક્રુડ ઉત્પાદક દેશોએ ઓઇલનું ઉત્પાદન હજુ વધારવું પડશે ત્યારે જ હાલ ક્રુડ જે ૭૦-૮૦ ડોલર પ્રતિ બેરલ પર ચાલી રહ્યું છે તેની રેન્જમાંથી બહાર કાઢી શકાશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ૪ નવેમ્બરના રોજથી ઇરાન પાસેથી ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને દુનિયાનો જે દેશ આ તેલ ખરીદશે તેના પર પણ વિવિધ પ્રતિબંધ મુકવાની વાત કરી છે. જેના કારણે ભારત અને ચીન સહિતના ઈરાની ક્રુડ ઓઇલના પ્રમુખ ખરીદદાર આ કારણે ઈરાનથી પોતાની ખરીદી ઓછી કરી રહ્યા છે અને નવેમ્બરથી બીજા પણ ઘણા દેશ ખરીદી બંધ કરશે જેના કારણે ક્રુડ ઓઇલની સપ્લાય ઘટશે અને ભાવ વધશે.(૨૧.૭)

(11:59 am IST)
  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST