Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઘુસણખોરી રોકવા ભારતે સરહદે બનાવી અદ્રશ્ય દિવાલઃ સુરંગ ખોદાશે તો પકડાશે

હાઇટેક સર્વિલન્સ સિસ્ટમનું સોમવારે લોન્ચીંગ

જમ્મુ તા. ૧૪ : પાકિસ્તાનથી ઘૂસણખોરીની કોશિષોને નિષ્ફળ કરવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ પર 'ઇલેકટ્રોનિક દિવાલ' ઉભી કરી દીધી છે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદના બે ભાગમાં આપણે પહેલી વખત હાઇ-ટેક સર્વિલાંસ સિસ્ટમ તૈયાર કરી છે. તેની મદદથી જમીન, પાણી અને હવામાં એક અદ્રશ્ય ઇલેકટ્રોનિક બેરિયર હશે. આ BSFને ઘૂસણખોરોની ઓળખ અને મુશ્કેલ વિસ્તારોમાં ઘૂસણખોરીને રોકવામાં મદદ કરશે.

ગૃહમંત્રી રાજનાથ સિંહ સોમવારના રોજ જમ્મુમાં બે પાયલટ પ્રોજેકટને લોન્ચ કરશે. આ પ્રોજેકટની અંતર્ગત જમ્મુની ૫.૫ કિલોમીટરની બોર્ડર કવર થશે. આ સિસ્ટમને કોમ્પ્રિહેન્શિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (CIBMS) નામ અપાયું છે. આવો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે.

પાકિસ્તાનની તરફથી મોટાભાગે રાતના સમયે ઘૂસણખોરી થતી હોય છે. ઘૂસણખોરી જે વિસ્તાર સમતલ નથી ત્યાં વધુ થાય છે. હવે CIBMSની અંતર્ગત કેટલાંય આધુનિક સર્વિલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. તેમાં થર્મલ ઇમેજર, ઇન્ફ્રા-રેડ અને લેઝર બેઝડ ઇંટ્રુડર એલાર્મની સુવિધા હશે, જેની મદદથી એક અદ્રશ્ય જમીની વાડ, હવાઇ નિગરાની માટે એરશિપ, નાયાબ ગ્રાઉન્ડ સેંસર લાગેલું હશે જે ઘૂસણખોરીની કોઇપણ પણ હરકતને માપી સુરક્ષા બળોને સૂચિત કરી દેશે.

અત્યાર સુધી ઘૂસણખોરી સુરંગ ખોદીને પણ ભારતની સરહદમાં ઘૂસતા હતા, પરંતુ હવે આ અશકય થઇ જશે. સુરંગ, રડાર અને સોનાર સિસ્ટમ્સ દ્વારા બોર્ડર પર નદીની સરહદોને સુરક્ષિત કરી શકાશે. કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ કંઇક એ રીતે જ હશે જે તમામ સર્વિલન્સ ડિવાઇસીસથી ડેટાને રિયલ ટાઇમમાં રિસીવ કરશે. ત્યારબાદ સુરક્ષા બળ તરત જ કાર્યવાહીની સ્થિતિમાં આવી જશે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે ભારતમાં ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ પર આધારિત આ વર્ચુઅલ ફેન્સ પોતાની તરફથી આ પહેલો પ્રયોગ છે. અધિકારીએ કહ્યું કે CIBMSને એક એવા વિસ્તારની સુરક્ષા માટે ડિઝાઇન કરાયા છે જયાં ફિઝિકલ સર્વિલન્સ શકય નથી, પછી તે જમીની વિસ્તારના લીધે હોય કે નદીવાળી બોર્ડર. ટેકનિકલી સપોર્ટ મળતા સુરક્ષા બળોની તાકત વધુ વધશે. જો કે માનવ સંસાધન, હથિયારો અને હાઇટેક સર્વિલન્સ ઉપકરણોની સાથે મળતાં સરહદની સુરક્ષા અભેદ્ય થઇ જશે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાં સમયથી ઘૂસણખોરીની ઘટનાઓ સતત વધી ગઇ છે તેવા વિસ્તારોને પસંદ કરાયા છે. સોમવારથી અહીં સુરક્ષાનું નવું નેટવર્ક કામ કરવાનું શરૂ કરી દેશે.(૨૧.૧૩)

(11:58 am IST)