Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

'મુસ્લિમો પર ચીનનો પહેરો : ઘરની બહાર લગાવ્યા QR કોડ'

માનવ અધિકાર સંગઠને વિરોધ વ્યકત કર્યો

લંડન તા. ૧૪ : ચીને પોતાને ત્યાં રહેતા ઉઈગર મુસ્લિમો પર 'કડક નજર' રાખવા નવી રણનીતિ બનાવી છે. જે અંતર્ગત હવે ઉઈગર મુસ્લિમોના ઘરની બહાર કયૂઆર કોડ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. ચીન પર આ આરોપ હ્યૂમન રાઈટ્સ (HRW) વોચ નામના સંગઠને પોતાના રિપોર્ટમાં લગાવ્યો છે. ચીન પહેલા પણ મુસ્લિમ બહુમતીવાળા પ્રાંત શિનજિયાંગ પર ઘણા પ્રકારની કાર્યવાહી કરી ચૂકયું છે. તેમાં મનફાવે તેમ અટકાયત, નવી-નવી પાબંધીઓ અને ધાર્મિક કાર્યક્રમો પર રોક સામેલ છે.

સંગઠનના રિપોર્ટ મુજબ, એવું એ ઘરોમાં રહેતા લોકોની તાત્કાલિક ઓળખ માટે કરવામાં આવ્યું છે. હવે, અધિકારી કોઈ ઘરમાં ઘૂસતા પહેલા ઘરના દરવાજા પર લાગેલા ડિવાઈસને મોબાઈલથી સ્કેન કરે છે. HRWના ચીનના ડાયરેકટર સોફી રિચરડસને આ અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'ચીન સરકાર માનવ અધિકારો પર હુમલો કરી રહી છે અને આ છેલ્લા ઘણા દાયકાઓથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે.' તો તંત્રનું આ અંગે કહેવું છે કે, એ ડિવાઈસની મદદથી વસ્તી ગણતરી નિયંત્રણ અને ઘરે-ઘરે અપાતી સેર્વિસમાં મદદ મળે છે.

શિનજિયાંગ પ્રાંતને છોડીને બીજી જગ્યાએ રહેતા શખસે HRWને તેમના પર થતા અત્યાચારો વિશે જણાવ્યું છે. સંગઠન મુજબ, શખસે તેને જણાવ્યું કે, તે (કયૂઆર કોડ) ૨૦૧૭માં શરૂ લગાવાયા હતા. હવે, તંત્રના અધિકારીઓ આવે છે અને પૂછે છે કે એ ઘરમાં કેટલા લોકો રહે છે, પછી નજર રાખે છે અને ઘરે આવતા મહેમાનની પણ પૂછપરછ કરે છે કે તે કયાંથી આવ્યા છે? ઘણી વખત તો સાંજે કારણ વિના ચેકિંગ પણ થાય છે. કેટલાક પીડિત લોકોએ એમ પણ જણાવ્યું કે, પાસપોર્ટ કે આઈડી કાર્ડની અસર કરવા પર સરકાર બાયોમેટ્રિક ડેટા લેવા લાગી છે. તેમા ડીએનએ, અવાજના નમૂના પણ લેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુએનના એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે ચીને ૧૦ લાખ મુસ્લિમોને ગુપ્ત શિબિરમાં કેદ રાખ્યા છે. ત્યારે યુએનએ આતંકવાદ સામેની લડાઈના બહાને કેદમાં રખાયેલા આ લોકોને મુકત કરવા આહવાહન કર્યું હતું. તેના પર ચીને સ્પષ્ટતા કરી હતી કે, તેમની સરકારે એવું કંઈ નથી કર્યું અને સીક્રેટ શિબિરની વાત ખોટી છે.

શિનજિયાંક પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો બહુમતીમાં છે. ચીનના પશ્વિમી ભાગમાં સ્થિત આ પ્રાંતને સત્ત્।ાવાર રીતે સ્વતંત્ર જાહેર કરાયો છે. ઘણા આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો ઉઈગર મુસ્લિમોની સામૂહિક ધરપકડ કરી કેમ્પોમાં રાખવાની અને તેમની ધાર્મિક સ્વતંત્રતામાં હસ્તક્ષેપને લઈને ચીનની પહેલા પણ ટીકા કરી ચૂકયા છે.

(12:03 pm IST)
  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST