Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

તમામ બ્રોડગેજ રૂટોનું ૧૦૦ ટકા વિજળીકરણ હાથ ધરાશે

વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી મળી : કુલ ૧૩૬૭૫ કિમી રૂટને આવરી લેતા ૧૦૮ સેક્શનના બનેલા ભારતીય રેલવેના રુટનું વિજળીકરણ હાથ ધરાશે

નવી દિલ્હી, તા.૧૩ : વર્ષ ૨૦૨૧-૨૨ સુધી રેલવેના તમામ બ્રોડગેજ રુટના ૧૦૦ ટકા વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ અંગેની દરખાસ્તને લીલીઝંડી મળી ચુકી છે. ૧૦૮ સેક્શનના બનેલા ભારતીય રેલવેના તમામ બ્રોડગેજ રુટના વિજળીકરણની દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. આ ૧૦૮ સેક્શન ૧૩૬૭૫ રુટ કિલોમીટરને આવરી લે છે. ૧૨૧.૩૪ અબજ રૂપિયાના જંગી ખર્ચ સાથે તમામ બ્રોડગેજ રુટનું વિજળીકરણ કરવામાં આવનાર છે. બિહારમાં મરવોરા ખાતે ડીઝલના ડબ્બા બનાવવા માટે યુનિટ સ્થાપિત કરવા વૈશ્વિક મહાકાય કંપની જનરલ ઇલેક્ટ્રીક આગળ આવી રહી છે ત્યારે આ પ્રકારની દરખાસ્ત આવી છે. રેલવે દ્વારા નવેમ્બર ૨૦૧૫માં ૧૦૦૦ ફ્યુઅલની બચત કરે તે પ્રકારના ડબ્બા મોકલવા માટે જનરલ ઇલેક્ટ્રીકને આદેશ કર્યો હતો. ૧૧ વર્ષ માટેનો ૨.૫ અબજ ડોલરનો આ કોન્ટ્રાક્ટ હતો. જીઈ દ્વારા ૨૦૦ મિલિયન ડોલરના જંગી રોકાણની બાબત પણ આમા સામેલ છે. આના ભાગરુપે ઓછામાં ઓછા ૬૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષરીતે લોકોને નોકરી મળશે. રેલવેમંત્રી પીયુષ ગોયેલનું કહેવું છે કે, આ પ્રોજેક્ટમાં ૬૦૦૦થી વધુ લોકોને સીધીરીતે નોકરી મળનાર છે. જીઇને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સૂચિત વિજળીકરણ કરવામાં આવ્યા બાદ હાઈસ્પીડ ડીઝલના વપરાશમાં પ્રતિવાર્ષિક ૨.૮૩ અબજ લીટરની બચત થઇ શકશે. સાથે સાથે પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદ મળશે. ગોયેલનું કહેવું છે કે, તમામ બ્રોડગેજ રુટના વિજળીકરણને લઇને વિચારણા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે દરખાસ્તને લીલીઝંડી આપી દીધા બાદ ઝડપી પહેલ થશે. ૧૩૬૭૫ રુટને આવરી લેતા ૧૦૮ સેક્શનના વિજળીકરણને મંજુરી અપાયા બાદ સંબંધિતો પોતાના કામમાં લાગી ગયા છે.

(7:22 pm IST)