Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઇન્ડોનેશિયામાં પણ વિઘ્નહર્તાની બોલબાલા : ચલણી નોટ ઉપર ગણેશજીનો ફોટો

ઇન્ડોનેશિયા: સમગ્ર દેશમાં આજે ગણેશ ચતુર્થી ઉજવાઈ રહી છે.એટલુંજ નહીં વિદેશોમાં પણ વસતા હિંદુઓ આસ્થાભેર આ ઉત્સવ ઉજવી રહ્યા છે.ત્યારે માત્ર 3 ટકાની હિન્દુઓની વસ્તી ધરાવતા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં સરકારે ખુદે પોતાની ચલણી નોટમાં ગણપતિનો ફોટો છાપેલો છે.એટલુંજ નહીં આ ફોટો છાપવાનું શરૂ કર્યા પછી ત્યાંના અર્થતંત્રમાં વેગ આવ્યો હોવાનું નોંધાયું છે. તે ખરેખર વિધ્નહર્તા સાબિત થયા છે.

ઈન્ડોનેશિયન કરન્સીને રૂપિયાહ કહેવામાં આવે છે. આ દેશ દ્વારા 20,000ની નોટ છાપવામાં આવી છે, જેના પર ભગવાન ગણેશ અંકિત છે. ઈન્ડોનેશિયા ભલે મુસ્લિમ દેશ હોય પણ અહિં ભગવાન ગણેશને શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. ઈન્ડોનેશિયન કરન્સી નોટ કે જે રૂ. 20,000ની કિંમતની છે તેના ફ્રન્ટ પર ત્યાંની  મુખ્ય બેંક અને સંલગ્ન ચિત્રણની સાથે ભગવાન ગણેશનો ફોટો અંકિત છે આ પછી ભારતીય દેવી દેવતાઓથી પ્રેરાઈને ઈન્ડોનેશિયાએ ભગવાન શિવ -પાર્વતી અને ભગવાન રામને પણ કરન્સી નોટમાં સ્થાન આપ્યું છે.

(6:18 pm IST)