Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પાકિસ્તાનમાં તહરીફએ ઇન્સાફના મહિલા કાર્યકર્તાઓ દ્વારા પક્ષના વિદ્રોહી એમએનએ આયશા ગુલાલાઇ ઉપર ઈંડા અને ટમેટા ફેંકાયા

કરાંચીઃ  પાસ્તિાનમાં રાજકીય નેતા ઉપર હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે તહરીફએ ઇન્સાફના મહિલા કાર્યકર્તાઓએ પક્ષના વિદ્રોહી એમએનએ આયશા ગુલાલાઇ ઉપર ઇંડા અને ટમેટા ફેંકતા દોડધામ મચી ગઇ છે.

જામિયા ન્યમૈઆ વિદ્યાલયની મુલાકાત દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર શૂઝ ફેંકવાની દ્યટના પછી પાકિસ્તાનના મુસ્લિમ લીગ-નવાઝ(પીએમએમલ-એન)ના સંમેલન દરમિયાન વિદેશમંત્રી ખ્વાજા આસિફ પર શાહી ફેંકવાની દ્યટના હજી જૂની થઈ નથી. આ ઉપરાંત નરોવાલના ગૃહમંત્રી અહસાન ઇકબાલ અને પીટીઆઈના નેતા ઈમરાન ખાન પર પણ શૂઝ ફેંકવાની ઘટના બની છે.

હાલમાં ઈમરાન ખાનના નેતૃત્વવાળા પક્ષ પાકિસ્તાન તહરીફ--ઈન્સાફ (PTI) ની મહિલા કાર્યકર્તાએ શુક્રવારે સાંજે પોતાના પક્ષના વિદ્રોહી એમએનએ આયશા ગુલાલાઈ પર બહાવલપુરમાં ઈંડા અને ટામેટાં ફેંકયા હતા. એક અહેવાલ અનુસાર, ઈમરાન ખાનના વિરૂધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ગુલાલઈ પર તેમના શહેરની હોટલની બહાર જ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે શહેરમાં આવ્યા હતા.

આ દ્યટના અંગે ગુલાલાઈએ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું કે, પીટીઆઈ કાર્યકર્તા જેમણે તેમના વિરૂધ્ધ નારાં લગાવ્યા તેમની ભૂલ નથી, તેમજ પીટીઆઈની મહિલાઓ મારી બહેન સમાન છે. ગુલાલાઈને ઓગસ્ટ 2017 માં પીટીઆઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, તેમના પર ઈમરાન ખાન પર વિવાદાસ્પદ મેસેજ મોકલવાનો આરોપ હતો. જે પછી આ તેમના પર આ પ્રકારનો પહેલો હુમલો થયેલ છે. ગુલાલાઈએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનો પક્ષ પાકિસ્તાન તહરીક--ઈન્સાફ લોન્ચ કર્યો હતો.

(12:00 am IST)