Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સ્વતંત્રતા દિવસ પર અટારી બોર્ડર ખાતે આઝાદી પર્વ ઉજવાયો :અટારી-વાઘા પર બીટિંગ ધ રિટ્રીટનું આયોજન

સેરેમની માટે અટારી બોર્ડરથી અમૃતસર સુધી લગભગ 5 કિમી સુધીની લોકોની લાઈન લાગી

આઝાદીના 75 વર્ષની ઉજવણી માટેનો આઝાદીનો અમૃત મહોત્સવ આજે આખા દેશમાં હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાનને કારણે ભારતવાસીઓમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ભારતના લગભગ દરેક ઘર પર ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો. આજે પંજાબના અમૃતસરની અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટનું  આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજનને આનંદ માણવા માટે અનેક લોકો હાજર રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો દેશભક્તિના ગીતો પર જુમી ઉઠયા હતા. આ બીટિંગ ધ રિટ્રીટના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

અટારી-વાઘા બોર્ડર પર આ બીટિંગ ધ રિટ્રીટનું આયોજનની શરુઆત વર્ષ 1959થી થઈ હતી. અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન અને ભારત વચ્ચેના ભાઈચારા અને સહયોગનું પ્રદર્શન કરવામાં આવે છે. આ બીટિંગ ધ રિટ્રીટમાં ભારત-પાકિસ્તાનના સૈનાના જવાનો વચ્ચે માર્ચ કરવામાં આવે છે. આ સેરેમનીમાં બીએસએફ અને પાકિસ્તાનના રેન્ઝર વચ્ચે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાનના અનેક લોકો દૂર દૂરથી આ બીટિંગ ધ રિટ્રીટ જોવા આવે છે.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અટારી-વાઘા બોર્ડર પર ભારતીય સેનાએ પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી હતી. જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી આ બીટિંગ ધ રિટ્રીટમાં દર્શકો આવી શક્યા ન હતા. આ 2 વર્ષ બીટિંગ ધ રિટ્રીટ દર્શકો વગર યોજાઈ હતી. આ સેરેમની માટે અટારી બોર્ડરથી અમૃતસર સુધી લગભગ 5 કિમી સુધીની લોકોની લાઈન લાગી હતી. આ વખતે બીટિંગ ધ રિટ્રીટમાં 10 હજારથી વધારે લોકો આવ્યા હતા.

(9:43 pm IST)