Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

શતાબ્દી વર્ષમાં ભારતને સુપર પાવર બનાવવાનું નિવેદન આપતા જ બાબા રામદેવ સામે લોકોએ સવાલનો મારો ચલાવ્યો

નવી દિલ્હી તા. ૧૬ :.. આઝાદી કા અમૃત મહોત્સ્વ અંતર્ગત તિરંગા યાત્રા મુદ્ે યોગગુરૃ બાબા રામદેવજીએ કહયું કે, આપણે કોઇ નવી પરંપરા શરૃ નથી કરી. આ આપણી સનાતન પરંપરા છે. કે આપણે સૌ મળીને રાષ્ટ્રની એકતા, અખંડીતતા, રાષ્ટ્રના ગૌરવ અને વૈભવને વધારવા માટે પ્રતિબધ્ધ છીએ અને આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં ભારતને નવી ઉંચાઇએ ઉપર લઇ જઇશુ જેથી 'સારે જહા સે અચ્છા હિન્દુસ્તાન હમારા બનેગા...

યોગગુરૃ, બાબા રામદેવજીએ કહયુ કે, આપણે ભારતને દુનિકાની મહાશકિત, પરમ વૈભવશાળી, જગદ્ગુરૃ, વિશ્વગુરૃ, અને સુપર પાવર બનાવીશું. તેવુ નિવેદન આપતા જ અનેક લોકો એ તેના જુના નિવેદનો યાદ કરાવ્યા હતાં.

સવાલોનો મારો ચલાવતા નીરજકુમાર નામના વ્યકિતએ કહયું કે, જેવી રીતે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટાડયા છે. જય નામના વ્યકિતએ કહયુ કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં ભારત વિશ્વગુરૃ બની ગયુ છે.

ખાન નામના યુઝરે કહયુ કે, જેવી રીતે કાળુ નાણુ આવી ગયુ અને પેટ્રોલ રૃા. ૩૦ નું લીરટ થઇ ગયુ. વિકાસ ચૌહાણે કહયું કે રપ વર્ષનો ટાર્ગેટ એ માટે આપ્યો છે કે, દર પ વર્ષે જવાબ ના આપવા પડે.

(6:06 pm IST)