Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર સશસ્ત્ર દળ અને કેન્દ્રી સશસ્ત્ર પોલીસ ફોર્સ માટે 107 વીરતા પુરસ્કારોની મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામા આવેલ વીરતા પુરસ્કારોમાં ત્રણ કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર, બે વીરતા પુરસ્કાર, 81 સેના મેડલ (વીરતા પુસ્કાર), એક નૌસેના મેડલ (વીરતા પુરસ્કાર), સાત વાયુસેના મેડલ (વીરતા પુરસ્કાર) સામેલ છે.

નવી દિલ્‍હીઃ  સેનાના રાષ્ટ્રીય રાઈફલના નાયક દેવેન્દ્ર પ્રતાપ સિંહને જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જાન્યુઆરીમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન અદમ્ય સાહસનું પ્રદર્શન કરવા માટે કીર્તિ ચક્ર સન્માન માટે પસંદગી કરવામા આવી છે. તો વળી કશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગત મહિને આતંકવાદ વિરોધી અભિયાનમાં ગોળી લાગતા માર્યા ગયેલા સેનાના શ્વાન એક્સેલનું નામ પણ આ 42 લોકોની યાદીમાં સામેલ છે. તેના વિશિષ્ટ પ્રદર્શન માટે તેને સન્માનિત કરવામાં આવી રહ્યું છે.

ભારતમાં શાંતિ દરમિયાન અશોક ચક્ર બાદ કીર્તિ ચક્ર બીજુ સૌથી મોટુ સન્માન છે. સ્વતંત્રતા દિવસ સમારંભ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામા આવતા નિવેદન અનુસાર, BSFના કોન્સ્ટેબલ સુદીપ સરકાર અને સબ-ઇન્સ્પેક્ટર પાઓટીન્સેટ ગુઇટને મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર સશસ્ત્ર દળ અને કેન્દ્રી સશસ્ત્ર પોલીસ ફોર્સ માટે 107 વીરતા પુરસ્કારોની મંજૂરી આપી છે. ભારતમાં રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળના સુપ્રીમ કમાંડર હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામા આવેલ વીરતા પુરસ્કારોમાં ત્રણ કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર, બે વીરતા પુરસ્કાર, 81 સેના મેડલ (વીરતા પુસ્કાર), એક નૌસેના મેડલ (વીરતા પુરસ્કાર), સાત વાયુસેના મેડલ (વીરતા પુરસ્કાર) સામેલ છે.

(1:26 pm IST)