Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને મારી નાંખવાની ધમકી મળી

મીડિયાના માધ્‍યમથી જાણવા મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.

નવી દિલ્‍હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને મારી નાંખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે. આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.

ફરીયાદ પછી અંબાણી પરીવારની સુરક્ષા વધારાઈ છે. આ તરફ પોલીસ આ કોલ્સને વેરિફાઈ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન કરનાર એક જ છે, જેણે 8 ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશ્નરને આ અંગે જાણકારી અપાઈ છે. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી છે.


મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળ્યા પછી તે સમયની મનમોહન સિંહની સરકારે મુકેશ અંબાણીને Z+ સિક્યુરિટી આપી હતી. તેમની પત્ની નીચા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે Y+ સિક્યુરિટી આપી છે. તેમના બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.

(1:24 pm IST)