Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,917 કેસ નોંધાયા

ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,917 નવા કેસ નોંધાયા છે અને 32 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 14,238 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ગઈકાલ કરતાં 647 વધીને  1,17,508 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,27,069 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,36,23,804 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 208,25,13,831 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 25,50,276 ડોઝ ગઈકાલે અપાયા હતા.  દૈનિક પોઝિટિવિટી રેટ 7.32 ટકા છે.

દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત  થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.

(12:50 pm IST)