Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મેડાગાસ્કરમાં ભારતીય દૂતાવાસની ઇમારતને તિરંગા રોશનીથી સજાવાયું

ભારત આજે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસે 1947માં ભારતને બ્રિટિશ સરકારથી આઝાદી મળી હતી. આ ખાસ અવસર પર મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાં ભારતીય દૂતાવાસની ઇમારતને ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠી હતી. આ સાથે, ભારતના સ્વતંત્રતા દિવસની 76મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ, એન્ટાનાનારિવોમાં ટાઉન હોલ પણ ત્રિરંગાથી ઝળહળી ઉઠ્યો હતો.

સ્વતંત્રતાની ભાવનાને યાદ કરવા માટે, ભારતીય દૂતાવાસ સોમવારે સવારે 08.30 કલાકે એમ્બેસી રેસિડેન્સ વિલા તનાના ફિનારિત્રા, અનાલમહિન્તસી, ઇવાન્દ્રી ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કર્યુ. ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું, ‘ભારતીય સમુદાયના તમામ સભ્યો અને ભારતના મિત્રોને સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.’ ભારત અને મેડાગાસ્કર મજબૂત સંબંધ ધરાવે છે. ભારત મેડાગાસ્કરનું મુખ્ય વેપારી ભાગીદાર છે, દ્વિપક્ષીય વેપાર 2020-21માં લગભગ 400 મિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચ્યો છે.

હિંદ મહાસાગરના બે પડોશીઓ વચ્ચેના સંબંધો તમામ ક્ષેત્રોમાં વધી રહ્યા છે. બંને દેશ સ્વસ્થ અને મજબૂત સંબંધો સાથે આગળ વધી રહ્યા છે. બંને દેશો વચ્ચે આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, માહિતી અને પ્રવાસ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં કેટલાય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દરમિયાન, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રધ્વજમાં માત્ર ત્રણ રંગ નથી, પરંતુ તે આપણા ભૂતકાળના ગૌરવ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યના આપણા સપનાનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે, દેશભરમાં નીકળતી ત્રિરંગા યાત્રાઓ હર ઘર તિરંગા અભિયાનની શક્તિ અને ભક્તિનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું, ’13 થી 15 ઓગસ્ટ સુધી ભારતના દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવશે. સમાજના દરેક વર્ગ, દરેક જાતિ અને સંપ્રદાયના લોકો અજાણતા જ એક ઓળખ સાથે જોડાઈ રહ્યા છે. આ ભારતના સંનિષ્ઠ નાગરિકની ઓળખ છે

(12:49 pm IST)