Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: સાંજે વધુ 38 રિપોર્ટ પોઝિટિવ સાથે આજના કુલ 64 કેસ: કુલ આંક 2100ને પાર

આજે 30ઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ 1120 થયા

રાજકોટ: શહેરમાં સાંજે 38 રિપોર્ટ પોઝિટિવ આવતા બપોરનાં 26 સહિત આજનાં કુલ 64 કેસ સાથે આજદિન સુધીનો કુલ આંક 2121એ પહોંચ્યો છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ 38 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.  

શહેરના કુલ કેસ 2121થયા છે.આજે 30 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(8:16 pm IST)