Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

દેશનો એક જિલ્લો 18 ઓગસ્ટે મનાવે છે સ્વતંત્રતા પર્વ : જાણો રોચક કહાની

બ્રિટિશ હુકૂમતે બદલવો પડ્યો નિર્ણય: લોકોએ 18 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઈતિહાસ રચ્યો: સવાલ ઉઠ્યો તો આપ્યો પડકાર

નવી દિલ્હી: આજથી 74 વર્ષ પહેલા 15 ઓગસ્ટ 1947માં દેશને આઝાદી મળી હતી. આ દિવસ આખી દુનિયામાં ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે જાણીતો છે, પરંતુ  આ દેશમાં એક જગ્યા એવી પણ છે, જ્યાં 18 ઓગસ્ટે પણ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે, તેની પાછળની રોચક કહાની છે.

 12 ઓગસ્ટ 1947ના રોજ  જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયો પર સમાચાર આવ્યા કે ભારતને આઝાદી મળી ગઇ છે. આ સાથે જ દેશના ભાગલાના સમાચાર પણ આવ્યા. આ સમાચારમાં ઉલ્લેખ આવ્યો પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાનો. રેડિયો સમાચાર અનુસાર, અહીંના નદિયા જિલ્લાને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યું હતું. રેડિયો પર આવેલા સમાચાર બાદ હિન્દું વસ્તી ધરાવતા નદિયા વિસ્તારમાં વિદ્રોહ શરૂ થઇ ગયો હતો.

પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાને લઇને તંત્રની મોટી ભૂલ થઇ ગઈ હતી. આ ભૂલ એવા અધિકારીએ કરી હતી, જેને ભારત અને પાકિસ્તાનના ભાગલાની સરહદ રેખાથી નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અંગ્રેજ અધિકારી સર રેડક્લિફે પહેલા ખોટો નકશો બનાવ્યો હતો. જેનાથી નદિયા જિલ્લાને પાકિસ્તાનમાં સામેલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ રીતે નદિયા જિલ્લાને પૂર્વી પાકિસ્તાનનો ભાગ ગણાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પહેલા નદિયામાં 5 સબ ડિવિજન કૃષ્ણાનગર સદર, અને રાણાઘાટ આવતા હતા. ભાગલામાં આ વિસ્તાર જે વર્તમાનમાં શહેર છે, તેને પૂર્વી પાકિસ્તાનમાં સામેલ કરી દેવામાં આવ્યા હતું. આ સમાચાર ફેલાયા બાદ નદિયામાં હિંસા ફાટી નીકળી હતી. આક્રોશિત લોકોના પ્રદર્શનથી બે દિવસ સુધી વિવાદ ઉભો થયો હતો. મોટા ભાગના લોકો બ્રિટિશ હુકૂમતના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીનીં મહિલાઓને બે દિવસ સુધી ઘરમાં ચુલ્હો પણ સળગાવ્યો નહતો. એક તરફ અહીથી બે ધર્મ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ હતી.

તો બીજી તરફ નદિયા જિલ્લાના મુસ્લિમ પાકિસ્તાનમાં સામેલ કરવાના સમાચારને લઇને ઉત્સાહિત થઇ ગયા હતા. પહેલા નદિયા જિલ્લાને પૂર્વી પાકિસ્તાનમાં સામેલ કરવાના સમાચાર આવ્યા હતા. આટલુ જ નહી મુસ્લિમ લીગના કેટલાક નેતાઓએ પોતાના સમર્થકો સાથે કૃષ્ણાનગર પબ્લિક લાઇબ્રેરી પર પાકિસ્તાની ધ્વજ ફરકાવી દીધો હતો. અહી નેતાઓએ રેલી કાઢી હતી અને પાકિસ્તાન જિન્દાબાદના નારા લગાવ્યા હતા, જેને કારણે સ્થિતિ વધુ વણસી ગઇ હતી.
આ વિસ્તારમાં બગડતી સ્થિતિ હવે બેકાબુ બની રહી હતી. સામાન્ય જનતાનો વિદ્રોહ એટલો વધી ગયો કે, બ્રિટિશ હુકૂમતે પોતાનો નિર્ણય પરત લેવો પડ્યો હતો. નદિયા જિલ્લામાં વિદ્રોહના સમાચાર જ્યારે દેશના અંતિમ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન સુધી પહોચ્યા, તો તેમણે રેડક્લિફને તત્કાલ પોતાની ભૂલ સુધારવાના આદેશ આપ્યા હતા.

જે બાદ રેડક્લિફે નકશામાં કેટલાક બદલાવ કર્યા અને નદિયા જિલ્લાના રાણાઘાટ અને કૃષ્ણાનગર સહિતને ભારતમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે આ સુધારા પક્રિયામાં કેટલોક સમય લાગી ગયો. આ રીતે કાગળની કાર્યવાહી બાદ નદિયા જિલ્લાને 17 ઓગસ્ટની અડધી રાત્રે ભારતમાં સામેલ કરવામાં આવ્યું. આખરે આ દિવસે તે ભારતનો ભાગ બની શક્યુ અને અહીના લોકોમાં ઉત્સાહ અને વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી.

ભારતમાં સામેલ થવાના નિર્ણય બાદ 18 ઓગસ્ટે કૃષ્ણાનગર લાઇબ્રેરીથી પાકિસ્તાનનો ધ્વજ ઉતારી દેવામાં આવ્યો હતો. જ્યાં ભારતીય તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આખા દેશમાં જ્યાં 15 ઓગસ્ટે જ તિરંગા સાથે ઉજવણી કરવામાં આવી હતી, બીજી તરફ અહી તિરંગો ફરકાવવાની તારીખ બદલાઇ ગઇ હતી. તે સમયના કાયદા અનુસાર, રાષ્ટ્રધ્વજના સમ્માનમાં સામાન્ય નાગરિક માત્ર 23 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે જ ધ્વજ ફરકાવી શકે છે, પરંતુ અહીના લોકો 18 ઓગસ્ટે ધ્વજ ફરકાવી દીધો હતો.

18 ઓગસ્ટે આઝાદી મેળવવાના નદિયા જિલ્લાના સંઘર્ષને યાદગાર બનાવવા માટે સ્વતંત્રતા સેનાની પ્રમથનાથ શુકુલ પોતે અંજન શુકુલે 18 ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ મનાવવાને પડકાર આપ્યો હતો, લાંબા સંઘર્ષ બાદ વર્ષ 1991માં કેન્દ્ર સરકારે તેમણે 18 ઓગસ્ટે નદિયામાં ધ્વજ ફરકાવવાની પરવાનગી આપી હતી. ત્યારથી દર વર્ષે નદિયા જિલ્લા અને તેના અંતર્ગત આવનારા શહેરોમાં 18 ઓગસ્ટે આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. 18 ઓગસ્ટે અહી લોકો ધામધૂમથી કોઇ તહેવારની જેમ આ દિવસને મનાવે છે.

(7:02 pm IST)