Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સુશાંત ભરતો હતો ફ્લેટના હપ્તા? : પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડએ ફ્લેટના ડોક્યુમેન્ટ અને બેન્ક સ્ટેટમેન્ટ શેર કર્યા

સુશાંત પાસે ફ્લેટની EMI ભરવાના આરોપમાં પૂર્વ પ્રેમિકાએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે.હાલ સુશાંતની નિકટના લોકોની ED પૂછપરછ કરી રહી છે. જેમાં સામે આવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ઘરની EMI ભરી રહ્યાં હતા.

 જો કે હવે અભિનેત્રી અંકિતા લોખંડેએ ખુદ પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના બેંક સ્ટેટમેન્ટ ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. આ સાથે જ અભિનેત્રીએ પોતાના પર લાગેલા આરોપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, વહે મારે વધારે કંઈ સ્પષ્ટતા કરવાની જરૂરત નથી.

અંકિતા લોખંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફ્લેટના રજિસ્ટર્ડ ડૉક્યુમેન્ટ્સ ફેન્સ સાથે શેર કરતા લખ્યું કે,હવે અહીં હું તમામ અટકળોનો અંત લાવી રહી છુ. હું આનાથી વધું ટ્રાન્સપરન્ટ નથી થઈ શકતી. મારા ફ્લેટના રજિસ્ટર અને સાથે જ બેંક સ્ટેટમેન્ટમાં જોઈ શકાય છે કે, મારા ફ્લેટની EMI જાન્યુઆરી 2019થી 1 માર્ચ 2020 સુધી દરમહિને મારા ખાતામાંથી જ કપાઈ છે. આ સિવાય માટે વધારે કંઈ નથી કહેવું

રજિસ્ટ્રી સાથે જ અંકિતાએ બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ પણ શેર કરી છે. જેના પર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ પણ કોમેન્ટ કરતા લખ્યું છે કે, “અંકિતા તમે એક સ્વતંત્ર મહિલા છો અને મને તમારા પર ગર્વ છે.” અંકિતાની આ પોસ્ટ પર લોકો ખૂબ જ કૉમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

હકીકતમાં EDના સુત્રો તરફથી માહિતી મળી હતી કે, સુશાંત સિંહ રાજપૂતના એકાઉન્ટમાંથી એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ફ્લેટની EMI કપાતી હતી. આ ફ્લેટ સુશાંત સિંહ રાજપૂતના નામે બુક છે. મલાડ સ્થિત અંકિતાના આ ફ્લેટની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. આ ફ્લેટમાં જ અંકિતા અને સુશાંત 6 વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યાં હતા. જો કે હવે અભિનેત્રીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે.

(6:54 pm IST)