Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

નરેન્દ્રભાઇના આજના

૮૬ મિનિટના પ્રવચનમાં ''આત્મ નિર્ભર'' શબ્દનો ઉલ્લેખ ૩૬ વખત થયો

દોઢ કલાક સુધી અસ્ખલીત પ્રવચન મોદીએ આપ્યું : દોઢ કલાકમાં નરેન્દ્રભાઇએ ''ચીન-પાકિસ્તાન'' એવો કોઇ જ ઉલ્લેખ કર્યો નહિ

૮૬ મિનિટના અસ્ખલીત સ્વાતંત્ર્ય પર્વ પ્રવચનમાં નરેન્દ્રભાઇએ આત્મનિર્ભર ભારત શબ્દનો ૩૬ વખત, કોરોનાનો ઉલ્લેખ ૨૫ વખત, ૨૪ વખત સ્વતંત્રતા, ૨૨ વખત કિસાન, ૨૧ વખત મહિલા, ૧૮ વખત વિકાસ, ૧૬ વખત મધ્યમ વર્ગનો ઉલ્લેખ કર્યો હતો. તો સાથો સાથ ૧૫ વાર ગ્રામીણ  ગરીબ, ૧૪ વખત બુનિયાદી ઢાંચા, ૧૩ વાર ઓપ્ટીકલ ફાયબર, ૧૧ વાર સીમા એલઓસીનો અને સેના ઔર સંકલ્પનો ૧૦ વખત, શિક્ષા, જલ મિશન, શ્રમનો ૯ વખત તથા જમ્મુ ઔર કાશ્મીરનો ૭ વખત પોતાના દોેઢ કલાકના લંબાણ ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

નરેન્દ્રભાઇએ પોતાના આ પ્રવચનમાં પાકિસ્તાન અને ચીનને નિશાન ભલે બનાવ્યું, પણ તેમનો એકપણ વખત નામોલ્લેખ કર્યો ન હતો.

(1:05 pm IST)