Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સતત ૭મીવાર લાલ કિલ્લા પરથી નરેન્દ્રભાઇનું રાષ્ટ્રજોગ પ્રવચન

ભારતની સંપ્રભુતા ઉપર આંખ ઉઠાવનારને શું જવાબ મળે તે વિશ્વએ લડાખમાં જોયું

પ્રોજેકટ લાયન-પ્રોજેકટ ડોલ્ફીન લોન્ચ : નેશનલ ડીજીટલ હેલ્થ મિશનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન

. પૂજય બાપુના નેતૃત્વમાં આઝાદીના આંદોલનને ઉર્જા મળી.

. વિસ્તારવાદ માટે પડકાર બનેલી ભારત.
 

. વિશ્વમાં એકજુટતા, સામૂહીકતાની તાકાત સાથે દેશ આગળ વધ્યો.

. કોરોનામાં ભારતે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કરેલ.

. આ શબ્દ નથી આજે ૧૩૦ કરોડ ભારતીયો માટે મંત્ર બન્યો.

. જે પરિવાર માટે જરૂરી છે તે દેશ માટે પણ આવશ્યક છે.

. ભારત એક વાર જે નક્કી કરે તે કરીને જ રહે છે.

. મને યુવાઓ, મહિલાઓ ઉપર પૂર્ણ વિશ્વાસ છે.

. આત્મનિર્ભરનો પાયો આત્મ વિશ્વાસથી ભરેલ ભારત.

. આપણા માટે વિશ્વ એક પરિવાર છે.

. વિશ્વ ઇન્ટર કનેકટેડ અને ઇન્ટર ડીપેડેન્ટ છે.

. આર્થિક વિકાસ જરૂરી પણ માનવ અને માનવતા કેન્દ્ર સ્થાને જરૂરી.

. આપણા દેશમાં અથાક પ્રાકૃતિક સંપદા છે.

. પ્રાકૃતિક સંશાધનોમાં મૂલ્ય વૃદ્ધિ જરૂરી.

. વિશ્વસ અપેક્ષા પૂરી કરવા કૃષિ જગતને આગળ વધારવું જરૂરી.

. કૃષિક્ષેત્રને કાયદાકીય બંધનમાંથી મુકત કર્યું.

. ભારત જેને અન્ન જોઇએ તેને અન્ન પુરૂ પાડે છે.

. ભારતની વસ્તુઓની દુનિયામાં વાહવાહી થાય.

. આત્મનિર્ભર ભારત સામે લાખો પડકારો છે.

. આઝાદ ભારતની માનસિકતા લોકલ ફોર વોકલ જીવનમંત્ર બનવો જોઇએ.

. ગરીબોના જન-ધન-ખાતામાં લાખો-કરોડો રૂપિયા જમા થશે એ કોણ વિચારતું ?

. કોરોના કાળમાં પણ વિશ્વની મોટી-મોટી કંપનીઓ ભારત તરફ વળી છે.

. આ એમજ નથી બન્યું.

. એફડીઆઇમાં ૧૮ ટકાનો વધારો.

. મેક ફોર વર્લ્ડનો મંત્ર.

. સમુદ્રી તટોના પૂરા ભાગમાં ૪ લેન રોડ બનાવાશે.

. હવે આપણા બધા ઇન્ફ્રાસ્ટકચર ઇન્ટીગ્રેટેડ થાય તે દિશામાં આગળ વધવાનું છે.

. છેલ્લા ૬ વર્ષમા લોકોનું જીવન બહેતર બનાવવા અંગે અનેક યોજના.

. ૮૦ કરોડ લોકોને કોરોનામાં મફત અનાજ અપાયું.

. મફત ગેસ સીલીન્ડર અપાયા.

. ૯૦ હજાર કરોડ રૂપિયા સીધા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયા.

. ૧૧૦ જીલ્લાઓને આઇડેન્ટીફાય કરી રોજગાર, શિક્ષા, મેડીકલ સહાય માટે સક્ષમ બનાવવા પગલા.

. ખેડૂતોની આવક વધારવા વૈકલ્પિક વસ્તુઓ ઉપર જોર આપ્યું.

. ગ્રામીણ ઉદ્યોગને મજબૂત કરવા જરૂરી.

. જલ જીવન મિશનને એક વર્ષ પૂર્ણ, દરરોજ ૧ લાખથી વધુ લોકોને નળ દ્વારા ચોખ્ખું પાણી પુરૂ પાડયું, ર કરોડ લોકોને ે પાણી પહોંચાડાયું.

. કો-ઓપોરેટીવ બેન્કોને આરબીઆઇ સાથે જોડવી મોટુ પગલુ

. નવી શિક્ષણનીતિ આત્મનિર્ભર ભારત માટે મહત્વની.

. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શોધ ઉપર જોર અપાયું.

. ભીમ યુ એન્ડ આઇ દ્વારા ૩ લાખ કરોડનું ટ્રાન્ઝેકશન ફકત ૧ મહિનામાં

. ર૦૧૪ પહેલા ફકત પ ડઝન ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર.

. જયારે ગત પાંચ વર્ષમાં ૧.પ૦ લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર પહોંચ્યા.

. ૬ લાખથી વધુ ગામોમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક પહોંચાડશે.

. ૧ હજાર દિવસમાં આ કામ પૂર્ણ કરાશે.

. સાયબર સ્પેસમાં નવી વ્યવસ્થા વિકસીત કરાઇ રહી છે.

. સાયબર સુરક્ષા રણનીતિ લવાશે.

. મહિલાઓ ખાણમાં કામ કરે છે તો આકાશમાં ફાયટર પ્લેન પણ ઉડાડે છે.

. ૪૦ કરોડ જનધન ખાતામાંથી રર કરોડ ખાતા મહિલાઓના છે.

. વડાપ્રધાન આવાસ યોજનામાં પણ મહિલાઓએ લાભ લીધો.

. હેલ્થ સેકટર ખૂબજ આગળ વધ્યું, હાલ દેશમાં ૧૪૦૦ લેબ.  કોરોના ટેસ્ટ કરે છે. દરરોજ ૭ લાખ ટેસ્ટ થાય છે.

. આજથી નેશનલ ડીજીટલ હેલ્થ મિશનનો પ્રારંભ. ઇલાજમાં આવતી પરેશાની ઓછી કરવા ટેકનીકનો ઉપયોગ

. એક હેલ્થ આઇ ડી કાર્ડ દરેક નાગરીકોને અપાશેઃ જેમાં તમામ વિગતો અપાશે

. આપણા વૈજ્ઞાનિકો અનેતેની પ્રતિભા લેબોરેટરીમાં કોરોનાની રસી બનાવવા તપસ્યા કરી રહ્યા છે

. ત્રણ-ત્રણ વેકસીન અલગ-અલગ તબકકામાં છે

. રસીના ઉત્પાદન બાદ તેના ડીસ્ટ્રીબ્યુશનને લઇને પણ રૂપરેખા તૈયાર

. ગત એક વર્ષ જમ્મુ-કાશ્મીરની વિકાસ યાત્રા માટે મહત્વપૂર્ણ

. લડાખને કેન્દ્ર શાસીત પ્રદેશ બનાવી તેમની ઇચ્છાઓ-આકાંક્ષાઓ પૂર્ણ કરી

. પર્યાવરણ સાથે પગલા ભરી વિકાસ સંભવ, રીન્યુઅલ એનર્જીમાં ભારત વિશ્વમાં ૧ થી પમાં સામેલ

. પ્રદુષણ ઘટાડવા જોર અપાય રહ્યું છે

. આજે ર૦૦ કરોડ લીટર ઇથોનેલ બની રહ્યું છે જે પ્રદુષણ ઘટાડવા ઉપયોગી

. ભારતમાં જંગલો વિસ્તર્યા છે, પ્રોજેકટ ટાઇગર, પ્રોજેકટ એલીફન્ટ દ્વારા સંખ્યામાં વધારો

. હવે પ્રોજેકટ લાયન લોન્ચ કરાશે ઉપરાંત ડોલ્ફીન પણ શરૂ કરાશે

. દેશની સંદ્રભુતા ઉપર આંખ ઉઠાવનારને ભારતીય જવાનોએ તેની જ ભાષામાં જવાબ આપ્યો

. દક્ષીણ એશીયામાં વિશ્વની ૧/૪ વસ્તી, આ વિસ્તારમાં જેટલો સૌહાર્દ હશે તેટલી વિશ્વની માનવતા વધશે

. રક્ષા ઉત્પાદનોમાં આત્મનિર્ભર ભારત માટે પગલા લેવાયા

. મિસાઇલ અને અન્ય શસ્ત્રો મેક ઇન્ડીયા હશે. હાલમાં ૧૦૦ થી વધુ સૈન્ય ઉત્પાદનોની આયાત મુલત્વી રાખી

. ટાપુઓનો વિકાસ કરાશે

. સીમાવર્તી ૧૭૩ જીલ્લાઓમાં NCCના જવાનો માટે વિસ્તારાશે. જેમાં એક તૃતીયાંશ દિકરીઓ રહેશે ત્રણેય પાંખો દ્વારા કેડેટસને ટ્રેનીંગ અપાશે

. ગત એક વર્ષમાં દેશમાં મહત્વપૂર્ણ નિર્ણયનો પડાવ પૂરો કર્યો

. રામજન્મભૂમિના સદીઓ જુના વિષયનું સમાધાન થયુ ભવ્ય રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયુ

. આ દશકામાં ભારત નવી નિતી-રીતીથી આગળ વધશે

. આજે ફરીથી આઝાદી માટે બલીદાનીઓના સપના પુરા કરવા, ૧૩૦ કરોડ ભારતીયોની આકાંક્ષા પુરી કરવા લોકલ ફોર વોકલ, ઓછામાં ઓછી આયાત થાય અને બધાને એનપાયર કરવા સંકલ્પ કરવો જરૂરી

. આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણે સંકલ્પબદ્ધ બનીએ

. કોરોના આત્મનિર્ભર ભારતને રોકી નહીં શકે. ર૧મી સદીનો ત્રીજો દશકો આપણા સપના પૂરા કરવાનો હોય

. કોરોના કાળમાં કોરોના વોરીયર્સને નમન કરૂ છું 

(11:55 am IST)