Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ઇસરોના ચેરમેનને કે.સિવન ડોં.એપીજે અબ્દુલ કલામ એવોર્ડ

મુખ્યમંત્રી કે પલાનીસ્વામી પાસેથી એવોર્ડ પ્રાપ્ત કરશે

 

ચેન્નાઇ : તમિલનાડુ સરકારે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકને પ્રોત્સાહન આપવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ઇસરોના ચેરમેનને કે.સિવનને ડોં.એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    સરકારે કહ્યું છે કે હાલમાં ચંદ્રયાન-2 મિશનના સફળ પ્રક્ષેપણનું નેતૃત્વ કરનાર કૈલાસવાદિવુ સિવને હાલ એવોર્ડ લીધો નથી. તે મુખ્યમંત્રી કે પલાનીસ્વામી પાસેથી એવોર્ડ પ્રાપ્ત કરશે.
  
વૈજ્ઞાનિક વિકાસ, માનવ અને છાત્રોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે તેવા લોકોને ડોં.એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એવોર્ડમાં આઠ ગ્રામનો સ્વર્ણ પદ અને પાંચ લાખ રુપિયા રોકડા આપવામાં આવે છે

(11:22 pm IST)