Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

POKમાં ઇમરાન ખાનની ફજેતી :પાછા જાવના લગાવાયા નારા:જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું

ઇમરાન વિરુદ્ધ લોકો રસ્તામાં ઉતર્યા : પાકિસ્તાની ફાસિસ્ટ ગો બેક ના નારા લાગ્યા

 

પાકિસ્તાનની આઝાદીના દિવસે કે 14 ઓગસ્ટે ઇમરાન ખાન મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. ઇમરાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)ની વિધાનસભામાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થશે તો માટે આંતરરાષ્ટ્રીય સમુદાય જવાબદાર રહેશે. સાથે કહ્યું હતું કે પાકિસ્તાનને ડર છે કે ભારત POKમાં બાલાકોટ કરતા પણ મોટી કાર્યવાહી કરી શકે છે. મુલાકાત દરમિયાન POKના લોકો ઇમરાન ખાનની વિરુદ્ધમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

POKની આઝાદીની લડાઈ લડી રહેલા લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. દરમિયાન લોકોએ પાકિસ્તાની ફાસિસ્ટ ગો બેક અને ઇમરાન પાછો જા ના નારા લગાવ્યા હતા. પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય પછી ગિલગિટ-બલ્ટિસ્તાનના લોકોએ મોદી સરકારને તેમના વિશે પણ વિચાર કરવા અને તેમને ભારતની સંસદમાં અધિકાર આપવાની માંગણી કરી હતી

(11:19 pm IST)