Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

રિલાયન્સ-અરામકો ડીલથી સાઉદી અરબ બનશે ભારત માટે ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર

વાર્ષિક 25 લાખ ટન કાચા તેલના વેચાણનું કરાર કરશે.

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ભાગીદારી ખરીદવાની સાઉદી અરામકો ઓઈલ કંપનીની ડીલધી સાઉદી અરબને ભારતના સૌથી મોટા સપ્લાયરનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરવામાં મદદ મળશે  સાઉદી કંપનીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ઓઈલ શોધન અને પેટ્રો રસાયણ કારોબારની 20 ટકા ભાગીદારી ખરીદવાનો કરાર કર્યો છે. ભારતમાં પહેલા સાઉદી અરબથી જ સૌથી વધુ ક્રૂડ ઓઈલ આવતું હતું.

જો કે પાછલા બે નાણાકીય વર્ષમાં ઈરાક પહેલા નંબર પર પહોંચી ગયું છે. સાઉદી અરામકોએ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પેટ્રોલિયમ કારોબારી રિલાયન્સમાં 20 ટકા ભાગીદારી 15 અરબ ડોલરમાં લેવાનો કરાર કર્યો છે. તે રિલાયન્સ સાથે પ્રતિ દિન પાંચ લાખ બેરલ એટલે કે વાર્ષિક 25 લાખ ટન કાચા તેલના વેચાણનું કરાર કરશે. વુડ મેકેંજીના ઉપાધ્યક્ષ એલન જેલ્ડરે કહ્યું કે સાઉદી અરામકો શરૂથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની જરૂરતના 20 ટકા ઓઈલની આપૂર્તિ કરતું આવી રહ્યું છે.

દરરોજ પાંચ લાખ બેરલની માત્રા 40 ટકાને બરોબર હશે. સાઉદી અરબે 2018-19માં ભારતને 4.03 કરોડ ટન ઓઈલનું ઈમ્પોર્ટ કર્યું હતું જે ઈરાકથી આવેલ 4.66 કરોડ ટનથી 15 ટકાથી ઓછું છે. રિલાયન્સને મળનાર અતિરિક્ત આપૂર્તિ બાદ સાઉદી અરબ ફરી પહેલા સ્થાન પર પહોંચી જશે.

(10:19 pm IST)