Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

અભિનંદનને કમાન્ડ આપનાર મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનાર પ્રથમ મહિલા બની

મિન્ટીના આદેશ બાદ અભિનંદનને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું

નવી દિલ્હી : પુલવામા હુમલાને લઇને ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટ પર હવાઇ હુમલો કરાવનાર જાંબાજ પાયલોટને ભારત સરકારે વીરતા ચંદ્રક આપવાની જાહેરાત કરી હતી. જેમાં સન્માનિત થનારાઓમાં આઇએએફની સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલ પણ સામેલ છે. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઇકમાં ફાઈટર પ્લેન કંટ્રોલરની ભૂમિકા નિભાવી હતી. 

  મિન્ટી અગ્રવાલ વાયુસેનામાં સ્ક્વાડ્રન લીડર છે. 27 ફેબ્રઆરીએ મિન્ટી ફાઈટર પ્લેન કંટ્રોલરની ભૂમિકામાં હતા. મિન્ટીએ જ અભિનંદનને પાકિસ્તાની વિમાનની માહિતી આપી હતી. મિન્ટીના આદેશ બાદ અભિનંદનને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ આપવામાં આવ્યું. મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલ મેળવનાર પહેલી મહિલા છે.

  યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનારી આઇએએફ સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલે જણાવ્યું હતું કે, તેઓ મેડલ(ચંદ્રક) મેળવીને ખુબજ ગૌરવ અનુભવી રહી છે.

(10:00 pm IST)