Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

રાજ્યપાલ આનંદીબેન પટેલે રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી યોગીને બાંધી રાખડી:લખનૌમાં તિરંગો પણ ફરકાવ્યો

રક્ષાબંધનનો પર્વ પહેલા ત્રણ તલાકની કુપ્રથાને દૂર કરી કેન્દ્ર સરકારે બહેનોના હિતમાં નિર્ણય લીધો

નવી દિલ્હી: યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  73માં સ્વાતંત્રતા દિવસ પર લખનઉમાં તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે. સીએમ યોગીએ સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન કહ્યું કે, સ્વતંત્રતા દવિસ ઉપરાંત સમગ્ર દેશ આજે રક્ષા સૂત્રનો પર્વ રક્ષાબંધન પણ ઉજવી રહ્યો છે. હું પણ અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે, 370ને સમાપ્ત કરી એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના પૂરી કરવા માટે પીએમ અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.

 

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રક્ષાબંધનનો પર્વ પહેલા જ આ વખતે ત્રણ તલાકની કુપ્રથાને દૂર કરી કેન્દ્ર સરકારે તે બહેનોના હિતમાં નિર્ણય લીધો છે જે તેનાથી પીડિત રહી છે. દેશને ત્રણ તલાકની કુપ્રથાથી આઝાદી મળી છે.

સીએમ યોગીએ કહ્યું કે આ વર્ષે રાજ્ય સરકાર ગુરુ નાનકનું 550 મો પ્રકાશ વર્ષ પણ મનાવી રહી છે અને તેમનાથી જોડાયેલી સ્મૃતિઓને વિકસિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આજના સમય પર દરેક શહીદો અને ભારત માતાના તે સપૂતોને હું નમન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું જેમણે દેશની આઝાદીમાં તેમનું યોગદાન આપ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કુંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં સફળ રહ્યા છીએ. યુપી પહેલું રાજ્ય છે જેણે નિકાસમાં 28 ટકાનો વધારો કર્યો છે. યુપી સરકાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી કન્યા સુમંગળા યોજના શરૂ કરવા જઈ રહી છે. 13 મેડિકલ કોલેજોનું કામ શરૂ થયું છે. 2 એઈમ્સ પણ શરૂ થઈ ગઈ છે. ટેકનોલોજીએ ભ્રષ્ટાચારને કાબૂમાં રાખ્યો છે અને 6 હજાર કરોડ રૂપિયાની બચત કરી છે.

સીએમ યોગીએ કહ્યું કે કુંભ 2019 વૈશ્વિક બન્યું અને બધાએ તેની પ્રશંસા કરી. અક્ષય વટ અને સરસ્વતી કુપ સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યો હતો. કુંભ દરમિયાન કાશીમાં 15મો પ્રવાસી ભારતીય દિવસ પણ યોજાયો હતો. આ યુપીની એક સિદ્ધિ છે. 1 લાખ 63 હજાર બૂથ પર શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થઈ અને આ એક મોટી ઉપલબ્ધિ છે. આ સ્પષ્ટ કરે છે કે યુપી સારી દિશામાં આગળ વધી રહ્યું છે.

(7:54 pm IST)
  • રજનીગંધા અને છોટી છોટી બાતેં ફેઈમ ફિલ્મ અભિનેત્રી વિદ્યા સિંહાનું મુંબઈની જુહુ ખાતેની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા પતિ પત્ની ઔર વોહ સહિત અનેક સફળ ફિલ્મોમાં તેમણે અભિનય આપ્યો હતો. access_time 8:01 pm IST

  • " આજે રોકડા કાલે ઉધાર " ને બદલે " ડિજિટલ પેમેન્ટને હા કેશને ના " બોર્ડ લગાવો : દુકાનદારોને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સ્વાતંત્ર્ય પર્વ ઉપર વડાપ્રધાન શ્રી મોદીની અપીલ access_time 1:34 pm IST

  • સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી ખાતે કોંગ્રેસના હેડ ક્વાર્ટરમાં ત્રિરંગો લહેરાવ્યો : સત્ય,અહિંસા,કરુણા,તથા દેશભક્તિનો સંદેશ પાઠવ્યો access_time 2:22 pm IST