Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

વડાપ્રધાન મોદીનો રંગબેરંગી સાફો આકર્ષણરૂપ ;જયપુરના રંગીન સાફાની વધારી શાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સ્વતંત્રતા દિવસ સમારોહમાં સાફો બાંધવાની તેમની પરંપરાને યથાવત રાખતા આ વખતે જયપુરની રંગીન સાફોમાં જોવા મળ્યા હતા રંગબેરંગી સાફાએ ખાસ આકર્ષણરૂપ લાગતો હતો

આજે સમગ્ર દેશ શાનની સાથે તેમના 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. ઘણા ખાસ પ્રસંગોએ તેમના ડ્રેસને કારણે સતત ચર્ચામાં રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે સ્વતંત્રતા દિવસ પર ફરીથી ચર્ચામાં છે. મોદી કુર્તા પહેલાથી જ ઘણા લોકોને આકર્ષિત કરી ચૂક્યા છે.

73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદી રંગબેરંગી સાફોમાં જોવા મળ્યા હતા

 

2018માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાથી પ્રચાર કરી સમગ્ર દેશને સંબોધન કરતા ભગવા રંગનો સાફો પહેર્યો હતો. જેની કિનારી લાલ બંધેજની હતી.

 

2017માં વડાપ્રધાને ક્રિમ અને પીળા-લાલ રંગનો સાફો પહેર્યો હતો. તે વખતે સાફાની લંબાઇ પહેરા પહેરેલા સાફાથી ઘણી વધારે હતી. સાફાનો પાઠળનો ભાગ ઘણો લાંબો હતો

2016માં તેમણે લાલ-ગુલાબી-પીળા રંગનો રાજસ્થાની સાફો પહેર્યો હતો. આ સાફો જોધપુરના ખુબજ જાણીતો ગજશાહી સાફો હતો. આ સાફામાં ઘણા રંગ હતા.

વર્ષ 2015માં પણ તેમણે લાલ અને લીલા પટ્ટાવાળા સાફો પહેરલો જોવા મળ્યો હતો. સોફામાં લાલ અને લીલી પટ્ટાઓ હતી, જેની લંબાઈ પીએમની કમર સુધી હતી. દેશની કમાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ 15 ઓગસ્ટ, 2014ના રોજ પ્રથમ વખત દેશને લાલ કિલ્લાથી સંબોધન કર્યું હતું. પ્રથમ સંબોધન દરમિયાન તેમણે નારંગી અને લીલા રંગનો જોધપુરી સાફો પહેર્યો હતો.

(7:50 pm IST)