Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

વિશ્વભરના મુસલમાનોમાં કટ્ટરપંથીપણુ વધશે અને સમગ્ર વિશ્વમાં હિંસા ફાટી નીકળશે : ઈમરાન ખાન

ચારે કોરથી પછડાટ મળતી હોય પાકિસ્તાનના વડાપ્રધાન ઘાંઘા થઈ ગયા : ઈમરાન ખાને પોતાનું 'ડીપી' કાળુ કર્યુ!! દુનિયાને ડરાવવા ધમકીની ભાષા વાપરી : ચીનના હોંગકોંગમાં ચાલી રહેલ પ્રચંડ વિરોધ અંગે બોબડી બંધ : ભારતનો સ્વાતંત્ર્ય દિન 'બ્લેક ડે' તરીકે ઉજવ્યો

ઈસ્લામાબાદ : પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર એક પછી એક વિશ્વના તમામ દેશો તરફથી પછડાટ મળી રહી છે, તેમ તેમ તેની અકરામણ વધી રહી છે. તમામ કોશિશો કર્યા પછી પણ ચીન અને તુર્કી સિવાય કોઇ પણ શકિતશાળી દેશનું સમર્થન ન મળતું જોઇને પાકિસ્તાન હવે દુનિયાને ડરાવવાના નવા પેતરા અજમાવવા લાગ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે જણાવ્યું કે, જો વિશ્વના દેશોએ આ મુદ્દા પર ધ્યાન ના આપ્યું તો વિશ્વભરના મુસલમાનોમાં અંદરો અંદર કટ્ટરતા વધશે, અને સમગ્ર વિશ્વમાં હિંસા ફાટી નીકળશે.

આર્ટિકલ ૩૭૦ રદ્દ કરવાની ઘોષણા કર્યા બાદથી જ ગભરાઇ ગયેલ પાક પીએમએ ટ્વીટ કરી કહ્યું કે, શું વિશ્વ કાશ્મીરમાં મુસ્લિમોના અન્ય સ્ર્ેબ્રેનિકા હત્યાકાંડ અને વંશીય નાબૂદી માટે શાંતિથી જુએ છે? શ્ન ઇમરાને પોતાની આગામી ટવીટમાં વિશ્વને જેહાદ પ્રત્યે પોતાનો ડર બતાવતાં કહ્યું, શ્નઈંફ્રત્ન આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપવા માંગુ છું કે જો તેને થવા દેવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેના જવાબમાં, મુસ્લિમ વિશ્વમાં કટ્ટરપંથીકરણ વધશે અને હિંસાનું ચક્ર શરૂ થશે.

ઈમરાન ખાન જે તેમના સદાબહાર મિત્ર ચીનના હોંગકોંગ શહેરમાં ચાલી રહેલા વિરોધ પર એક શબ્દ નથી બોલ્યો, તે ભારતના સ્વતંત્રતા દિવસને 'બ્લેક ડે' તરીકે ઉજવી રહ્યો છે, અને તેના પ્રચારને આગળ વધારી તેણે ટ્વિટર પર પોતાનો ડીપી કાળો બનાવ્યો છે. માત્ર ઇમરાન જ નહીં, પાકિસ્તાનની તમામ સરકારી સંસ્થાઓ અને નેતાઓએ તેમના ડીપી કાળા કર્યા છે.

(6:50 pm IST)
  • સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી ખાતે કોંગ્રેસના હેડ ક્વાર્ટરમાં ત્રિરંગો લહેરાવ્યો : સત્ય,અહિંસા,કરુણા,તથા દેશભક્તિનો સંદેશ પાઠવ્યો access_time 2:22 pm IST

  • રાત્રે ૮ વાગ્યે : મોડી રાત્રે લીમડી પાસે કાર-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયોઃ કાર ઉપર ટ્રક પડતા મોટરનો ભૂકકોઃ વિગતો મેળવાઇ રહી છે. access_time 8:39 pm IST

  • અમદાવાદ-રાજકોટ હાઇવે પર ડોળીયા બાઉન્ડરીથી સાયલા અને લીબડી તરફ બેફામ જોરદાર વરસાદ ચાલુ :સાંજે 4-30 વાગ્યે હાઇવે પર અનરાધાર વરસાદ access_time 5:09 pm IST