Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

યુનોમાં ચીનના પેંતરાને રશિયા ભરી પીશે : ભારતની સાથે રહેશે અને ચીનને પછાડશે

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બે સ્થાયી સભ્ય દેશો ચીન અને રશિયા કાશ્મીર મામલે કોઈ પણ પ્રકારની ચર્ચાને લઈને જદા જુદા વિચાર રજુ કરી રહ્યાં છે. એક તરફ ચીન તેના સાથી દેશ પાકિસ્તાન તરફથી યૂએનએસસીમાં અનૌપચારીક ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ સફળ થયેલ છે તો બીજી બાજુ રશિયા આ કાશ્મીર મુદ્દે ભારતનો પક્ષ લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાનો આકરો વિરોધ કરવા તૈયાર છે.

રશિયાએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૪ ઓગષ્ટે પાકિસ્તાનની પહેલ પર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. મોસ્કોમાં જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં રશિયાએ કહ્યું હતું કે, નવી દિલ્હી દ્વારા જમ્મુ-કાશ્મીરને કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી ખટાશ વચ્ચે દક્ષિણ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ હતી. રશિયા તરફથી તણાવ ઓછો કરવા પર ભારત આપતા કહેવામાં આવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત સિવાય મતભેદ ઉકેલાય તેવો બીજો કોઈ જ વિકલ્પ નથી. યૂએનમાં પણ રશિયાના રાજદ્વારીઓ આ દિશામાં વિચારી રહ્યાં છે.

મોસ્કોએ સ્પષ્ટ કર્યું છે કે, કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય પ્રકૃતિની બાબત છે અને તેમાં યૂએનની કોઈ ભૂમિકા નથી નવી દિલ્હી અને મોસ્કો આ મુદ્દે સતત એક-બીજાના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે લાદિવોસ્તોકની યાત્રએ જશે ત્યારે આ એજન્ડા પર વિસ્તારપૂર્વક વાતચીત થશે.

રશિયાએ ગત શનિવારે જ કાશ્મીએર મુદ્દાને ભારતની આંતરીક બાબત ગણાવી હતી. આ પ્રકારે સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કરનારો તે યૂએનનું એકમાત્ર સભ્ય હતું. રશિયાનું કહેવું છે કે, ૧૯૭૨માં શિમલા સમજુતિ અંતર્ગત આ સમસ્ય્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ થવો જોઈએ. રશિયા પરંપારિક રીતે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કરતુ રહ્યું છે.

ફ્રાંસ અને યૂરોપિયન યૂનિયનના દેશોનું પણ ભારતને સમર્થન મળી શકે છે.

ભારત યૂએનએસસીના સ્થાયી સભ્યો દ્વારા કાશ્મીર મુદ્દાને સુરક્ષા પરિષદમાં ઉઠાવવાના ચીનના પ્રયાસો પર પાણી ફેરવવાની વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. જેમાં ફ્રાંસ પણ સામેલ છે. ભારતના આ પ્રયાસોને યૂરોપિયન યૂનિયનના એ સભ્યોનું પણ સમર્થન મળી શકે છે જે હાલ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો છે.

(6:50 pm IST)