Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ત્રિપુરામાં ઉગ્રવાદી સંગઠનના 88 સભ્યોએ હથિયારો હેઠા મુક્યા;કહ્યું આ મોદી સરકાર છે લડવાથી કોઈ ફાયદો નથી : દેશની દિશા યોગ્ય

નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરાએ હવે ઉગ્રવાદનો રસ્તો છોડીને શાંતિના રસ્તે ચાલવા નિર્ણ્ય કર્યો

નવી દિલ્હી :પૂર્વોત્તર ભારતમાં એકસાથે 88 વિદ્રોહી હથિયાર હેઠા મુકવા તૈયાર થયા છે આ વિદ્રોહીઓનું કહેવું છે કે આ મોદી સરકાર છે તો લડવાનો કોઈ ફાયદો નથી કારણ કે દેશ સારી દિશામાં જઈ રહયો છે

  પૂર્વોતરના ભાજપ શાસિત રાજ્ય ત્રિપુરાના ઉગ્રવાદી સંગઠન નેશનલ લિબરેશન ઓફ ત્રિપુરાના 88 સભ્યોએ સરકાર સમક્ષ આત્મ સમપર્ણ કર્યું છે આ સંગઠનની શરૂઆત 30 વર્ષ પહેલા થઇ હતી અને ઉગ્રવાદી ગતિવિધિઓનું સંચાલન કરે છે પરંતુ હવે સંગઠન ભારત સરકાર સાથે શાંતિ સમજૂતી કરવા જઈ રહ્યું છે જે અંતર્ગત આ સંગઠનમાં 88 સદસ્યો એકસાથે આત્મ સમપર્ણ કરી રહ્યાં છે

  ત્રિપુરાના ઉગ્રવાદી સંગઠન નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરાએ હવે ઉગ્રવાદનો રસ્તો છોડીને શાંતિના રસ્તે ચાલવા નિર્ણ્ય કર્યો છે આ ઉગ્રવાદી સંગઠનના તમામ સભ્યોએ પોતાના હથિયાર સહીત સરેન્ડર કર્યું છે સાથે ભારતીય બંધારણને માનીને ચાલશે

આ સંગઠનના લોકોએ કેન્દ્ર સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે અને કહે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહયો છે સંગઠન સાથે ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સત્યેન્દ્ર ગર્ગ,એડિશનલ ચીફ સેક્રેટરી કુમાર આલોક ત્રિપુરા સરકાર સાથે સંગઠન વતી સબીરકુમાર દેવવર્મ અને કાજલ દેવવર્માએ સેટલમેન્ટ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે આ સંગઠનના સભ્યોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે દિલ્હી બોલાવાયા છે

(6:49 pm IST)