Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

22મી સપ્ટેમ્બરે અમેરિકાના હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી ' સંમેલન :સ્ટેડિયમની 90 ટકા સીટ ફૂલ :40 હજાર લોકોનું રજીસ્ટ્રેશન

અમેરિકાના હ્યુસ્ટનમાં 22મી સપ્ટેમ્બરે ભારતીય અમેરિકી સમુદાયે એક સંમેલનનું આયોજન કરેલ છે આ સંમેલનને 'હાઉડી મોદી 'નામ અપાયું છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્ય વક્તા રહેશેઆ સંમેલનમાં ભાગ લેવા અંદાજે 40 હજાર લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે

  હ્યુસ્ટનના એક બિન સરકારી સંગઠન ;ટેક્સાસ ઇન્ડિયા ફોરમે કહ્યું કે સમારોહમાં આવવા માટે કોઈ ફી નથી પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અમેરિકાના ચોથાસ ઔથી વધુ વસ્ત્તીવાલા શહેરના એનજીઆર ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત થનાર આ સંમેલનમાં  અંદાજે 50 હજાર લોકો આવવાની ધારણા છે

 હ્યુસ્ટનમાં પાંચ લાખ થી વધુ ભારતિય અમેરિકી સમુદાયણ લોકો રહે છે હ્યુસ્ટનના મેયર સિલવેસ્ટર ટર્નરે કહ્યું કે હું વડાપ્રધાન મોદીનું હ્યુસસ્ટનમાં સ્વાગત કરવા ઉત્સાહિત છું જ્યાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો રહે છે

  અત્રે ઉલ્લેખનીય છે કેસ સપ્ટેમ્બરમાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેવા અમેરિકા આવી રહ્યાં છે

  હાઉડી હાઉ ડૂ યુ ડૂ ( આપ કેમ છો )નું સંક્ષિપ્ત રૂપ છે દક્ષિણ પશ્ચિમ અમેરિકામાં સામાન્ય રીતે લોકો એકબીજાને મળવા સમયે હાલચાલ જાણવા આ બોલે છે એટલા માટે પીએમ મોદીના કાર્યક્રમને હાઉડી મોદી સંમેલન નામ અપાયું છે .

(6:06 pm IST)
  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST

  • રાત્રે ૮ વાગ્યે : મોડી રાત્રે લીમડી પાસે કાર-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયોઃ કાર ઉપર ટ્રક પડતા મોટરનો ભૂકકોઃ વિગતો મેળવાઇ રહી છે. access_time 8:39 pm IST

  • હિંમતનગરમાં ધોધમાર વર્ષા : હિંમતનગરમાં ગુરૂવારે ભારે વરસાદ વરસતા નિચાણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા access_time 6:47 pm IST