Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

આવો જાણીએ ભારત દેશના અત્યાર સુધીના રાષ્ટ્રધ્વજ વિશે

ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી 1947માં આઝાદી મળી હતી. આવતીકાલે ગુરૂવારના રોજ દેશના 73મા સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવશે. વિવિધ સ્થળોએ દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને લહેરાવવામાં આવશે. અમે તમને માહિતી આપી રહયાં છે, દેશના અત્યાર સુધીનાર રાષ્ટ્રધ્વજ વિશે.

દેશના ઇતિહાસ પર નજર નાંખવામાં આવે તો દેશનો પહેલો રાષ્ટ્રધ્વજ 7 મી ઓગષ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બગાન સ્કેવર (ગ્રીન પાર્ક) ખાતે ફરકાવવામાાં આવ્યો હોવાની વાયકા છે. પહેલાના રાષ્ટ્રધ્વજ ઉપર ત્રણ આડી પટ્ટીઓ રાખવામાં આવી હતી.

જાણકારોના મત મુજબ દેશનો બીજો રાષ્ટ્રધ્વજ 1907માં પેરિસમાં લહેરાવાયો હતો. મેડમ ગામા અને તેમના બેન્ડે લહેરાવ્યો હતો. ધ્વજ પણ 1906ની સાલના ધ્વજ જેવો હતો પરંતુ તેમાં અમુક ચિહનો ઉમેરવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રધ્વજને બર્લિનમાં યોજાયેલી સોશીયાલાઇટ કોન્ફરન્સમાં પ્રદર્શન માટે રખાયો હતો.

દેશનો ત્રીજો રાષ્ટ્રધ્વજ 1971ની સાલમાં ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે હોમ રૂલ આંદોલનના સમયે લહેરાવ્યો હતો. ધ્વજમાં પાંચ લાલ અને પાંચ લીલી પટ્ટીઓ રાખવામાં આવી હતી. સપ્તર્સીના તારાઓને પણ રાષ્ટ્રધ્વજમાં સ્થાન અપાયું હતું.

1921માં તે સમયના બૈજવાડા અને હાલના વિજયવાડા ખાતે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીની બેઠક મળી હતી. સમયે આંધ્રપ્રદેશના યુવાન એક ધ્વજ બનાવીને તેને મહાત્મા ગાંધી પાસે લઇ ગયો હતો. ધ્વજ બે રંગનો બનેલો હતો પણ ગાંધીજીએ તેમાં સફેદ રંગનો પટ્ટો ઉમેરવાનું સુચન કર્યું હતું. ધ્વજમાં દેશની પ્રગતિ માટે રેટીંયાનું ચિહન રાખવામાં આવ્યું હતું.

1931નું વર્ષ ભારત દેશના રાષ્ટ્રધ્વજ માટે લેન્ડમાર્ક હતું. ત્રણ રંગના રાષ્ટ્રધ્વજને સ્વીકારવાનું નકકી કરાયું હતું. કેસરી, સફેદ અને લીલા રંગના પટ્ટાની સાથે મહાત્મા ગાંધીજીના રેટીયાને પણ રાષ્ટ્રધ્વજમાં સમાવી લેવાયો હતો.

22મી જુલાઇ 1947ના રોજ દેશનો નવો રાષ્ટ્રધ્વજ અમલમાં આવ્યો હતો. જેમાં મહાત્મા ગાંધીજીના રેટીયાના સ્થાને અશોકચક્રને સ્થાન આપવામાં આવ્યું હતું. 1947થી દેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહયો છે.

(11:12 am IST)