Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

જળ સંરક્ષણની સમજ આપતા વડાપ્રધાન મોદીએ, ગુજરાતના મહૂડીના 100 વર્ષ પહેલાના સંત જૈનમુનિ બુદ્ધિસાગર મહારાજનો કિસ્સો કહ્યો : 73મા સ્વતંત્ર્તા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ લોકોને જળ સંચય માટે કરી અપીલ

નવી દિલ્હી: પીએમ મોદીએ 73મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતાં જળ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મુક્યો. તેમણે કહ્યું કે મુદ્દે સરકારની પ્રાથમિકતાને તે આધાર પર સમજી શકાય છે કે અમે નવી સરકાર બન્યાના 70 દિવસની અંદર જલ શક્તિ મંત્રાલય બનાવ્યું

તેમણે કહ્યું કે બધા લોકો જળના મહત્વને સમજે. ખેડૂત જળની દરેકથી વધુ ઉપજ વિશે વિચારે. શિક્ષકો બાળકોને બાળપણથી પાણીના મહત્વ વિશે સમજાવે. પાણીના ક્ષેત્રમાં 70 વર્ષોમાં જે કામ થયું છે, અમારે પાંચ વર્ષમાં તેના કરતાં ચારગણું કામ કરવું પડશે. અમે વધુ રાહ જોઇ શકીએ.  

તેમણે ગુજરાતના એક પ્રસિદ્ધ સંતની કવિતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે પાણી સમાપ્ત થઇ જાય છે તો પ્રકૃતિનું કાર્ય અટકી જાય છે, એક પ્રકારે વિનાશ પ્રારંભ થઇ જાય છે. સંદર્ભે તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના મહુડી ખાતે એક ધાર્મિક જગ્યા આવેલી છે. જૈન લોકો તેના પ્રત્યે ખૂબ ભાવ ધરાવે છે. ત્યાં એક સંત જૈન મુનિ બુદ્ધિસાગર મહારાજ થઇ ગયા છે. તે ખેતરમાં કામ કરતા હતા. તે 100 વર્ષ પહેલાં લખીને ગયા હતા કે એક દિવસ એવો આવશે કે જ્યારે પાણી કરિયાણાની દુકાનમાં વેચાશે.

પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના 70 વર્ષ થઇ ગયા છે. દરેક પોત-પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ આજે ભારતમાં અડધા ઘર એવા છે જેમને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. 2-5 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. અડધુ જીવન જતું રહે છે. દરેક ઘરે જળ કેવી રીતે મળે. અમે આગામી દિવસોમાં જલ જીવન મિશનને લઇને આગળ વધીશું. તેના માટે સાડા ત્રણ લાખ કરોડથી પણ વધુ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. જળ સંરક્ષણના મુદ્દે અમે અટકીશું નહી. આ સરકારી અભિયાન બનવું ન જોઇએ. સામાન્ય માણસને સાથે રાખીને આ મુદ્દાને આગળ વધારીશું. 

(4:06 pm IST)