Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

લાલકિલ્લા પર ત્રિરંગો લહેરાવતી વેળાએ વડાપ્રધાન મોદીની સાથે રહેશે વાયુસેનાની ત્રણ મહિલા ઓફિસર

ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન મોદીની બંને તરફ ઊભી રહેશે

 

નવી દિલ્હી :સ્વતંત્રતા દિવસ સમારોહમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવશે. વખતે ભારતીય વાયુસેનાની 3 મહિલા અધિકારી પીએમ મોદીની સાથે હાજર રહેશે. જેમાં ફ્લાઈંગ ઓફિસર પ્રીતમ સાંગવાન વડાપ્રધાન મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવામાં મદદ કરશે. ફ્લાઈટ લેફ્ટનન્ટ જ્યોતિ યાદવ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ માનસી ગેદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને તરફ ઊભી રહેશે.

 

   લાલ કિલ્લા ખાતે પાકી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. લાલ કિલ્લાના દરેક ખૂણા પર અસંખ્ય સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેની સાથે વિસ્તારમાં આવેલી ઈમારતોની છત પર પણ રાઈફલોની સાથે સુરક્ષાકર્મચારી તૈનાત રહેશે. લાલ કિલ્લા અને તેની આજુબાજુ દિલ્હી પોલીસના હજારો કર્મચારી અને અર્ધસૈનિક દલોની ટૂકડીઓ તૈનાત રહેશે.

પીએમ મોદીના કાર્યક્રમ મુજબ

7.05 am : રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે,7.18 am : લાહોરી ગેટ થઈને લાલ કિલ્લા પર જશે,7.30 am : લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે, 10.00 am : વડાપ્રધાનના નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી બાદસાંજે વડાપ્રધાન રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે.

(12:47 am IST)
  • બે દિ' ગુજરાતમાં દે ધનાધન પડશેઃ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના વાવડ : વડનગરમાં સવા ઈંચ : અનેક વિસ્તારમાં ધોધમાર: ઉત્તર ગુજરાતના વડનગરમાં સવા ઈંચ, ઈડર - ભીલોડા - વિસનગર - વાવ - પોસીના - ખેરાલુ - ઉંઝામાં ૦ાા થી ૧ ઈંચ વરસાદ પડ્યો access_time 7:39 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગૂગલે ડુગલ બનાવ્યું : કોપનહેગનમાં રહેતી ભારતીય કલાકાર શૈવાલિની કુમારએ બનાવેલા ડુગલમાં ભારતીય વસ્ત્રોના નમૂના, ભારતીય સંસ્કૃતિ દર્શાવતી તસવીરો, તેમજ શિક્ષા, કલા, શક્તિ અને કરુણાનું અદભુત નિદર્શન access_time 1:21 pm IST