Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા અમિતાભ,શાહરૂખ , એશ્વર્યા આમીરખાન સહિતનાએ 'તૂ દેશ મેરા' દેશભક્તિ ગીતનું શૂટિંગ કર્યું

ગીતને જાવેદ અલી, જુબીન નૌટિયાલ, શબાબ સબરી અને કબીર સિંહે પોતાનો અવાજ આપ્યો

મુંબઈ :પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા બોલીવુડના ટોચના કલાકારોએ દેશભક્તિ ગીતનું શૂટિંગ કર્યું છે લીવુડના કલાકારો હંમેશા  દેશની સાથે એકજુથ થાય છે તિ હોય કે દેશની રક્ષામાં બલિદાન થઈ ગયેલા સૈનિકોનો પરિવાર.આ વર્ષએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશે પોતાના બહાદુર જવાનોને ગુમાવ્યા હતા.ત્યારે  અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, આમિર ખાન, ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન અને રણબીર કપૂર સહિત બોલીવુડના ઘણા કલાકારો સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સાથે આવ્યા છે. 

   આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ સિતારાઓએ એક દેશભક્તિનું ગીત શૂટ કર્યું છે, જેનું ટાઇટલ છે 'તૂ દેશ મેરા' છે. આ ગીતને તેણે પુલવામા શહીદોને સમર્પિત કર્યું છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભારતીય સીઆરપીએફે ગીતના પોસ્ટરનું લોકાર્પણ કરતા ટ્વીટ કર્યું, 'તૂ દેશ મેરા'નું સત્તાવાર પોસ્ટર, પુલવામાના સીઆરપીએફ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલીવુડ.એક સાથે આવ્યું છે

પોસ્ટરમાં અમિતાભ, શાહરૂખ, એશ્વર્યા, ટાઇગર, આમિર, કાર્તિક અને રણબીર જવાનોને સલામી આપતા દેખાઈ રહ્યાં છે. ગીતને જાવેદ અલી, જુબીન નૌટિયાલ, શબાબ સબરી અને કબીર સિંહે પોતાનો અવાજ આપ્યો છે.

 

(9:14 am IST)