Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કરાચીમાં ભારે વરસાદ-પૂરપ્રકોપ ;ઓછામાં ઓછા 42 લોકોના મોત

અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા : અનરાધાર વરસાદે તબાહી મચાવી

 

પાકિસ્તાનનાં સૌથી મોટા શહેર કરાંચીમાં હાલમાં ચોમાસાએ તબાહી મછવાઈ છે મળતી વિગત મુજબ કરાંચીમાં  ભારે વરસાદેન કારણે ઓછામાં ઓછા 42 લોકોનાં મોત થયા છે. અને શહેરનાં અનેક વિસ્તારોમાં  વરસાદી પાણી ભરાયા છે.

 એહવાલ મુજબ શનિવારથી જ કરાંચીના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.પાકિસ્તાન સરકારનાં અધિકારીઓ મુજબ દક્ષિણ સિંધ રાજ્યમાં શનિવારે સુધીમાં જ 28 લોકોનાં મોત થયા હતા. કરાંચીનાં મેયર વસીમ અખ્તરે મંગળવારે કહ્યુ હતુકે, વરસાદે અહીં તબાહી મચાવી છે.

   શહેરમાં વરસાદી સિઝનમાં વીજળીનો કરંટ લાગવાને કારણે પણ લોકોનાં મોત થયા છે. જેને કારણે શહેરમાં વીજળી પુરી પાડતા કરાંચી ઈલેક્ટ્રિકને જવાબદાર ગણવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ કરાંચી ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં વીજળીનાં થાંભલાને અડવાને કારણે ત્રણ લોકોનાં મોત થયા હતા.

(11:13 pm IST)