Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

દિલ્હી પોલીસની મેગા ડ્રાઈવ;અવાજ પ્રદુષણ કરતા 500 જેટલા રોયલ એનફિલ્ડના સાયલેન્સર કઢાવ્યા

આ સાયલેન્સર આર.ટી.ઓના નિયમ મુજબ ગેરકાયદેસર

નવી દિલ્હી : રોયલ એનફિલ્ડ મોટરસાયકલમાં વધુ પડતો અવાજ કરતાં સાયલેન્સર ફીટ કરાવનારાઓએ સાવધાન થવાની જરૂર છે  દિલ્હી પોલીસે મેગા ડ્રાઇવ યોજીને અવાજનું પ્રદૂષણ કરતી રોયલ એનફિલ્ડ મોટરસાયકલોને આંતરી તેના સાયલેન્સર કાઢી નાખ્યા હતા. પોલીસે 500 રોયલ એનફિલ્ડમાંથી અત્યારસુધીમાં સાયલેન્સર દૂર કર્યા છે.
   આ અગાઉ દેશના અનેક શહેરોમાં આ ડ્રાઇવ યોજાઈ હતી. બુલેટ તરીકે જાણીતી રોયલ એનફિલ્ડમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સર ફીટ કરવાનો ટ્રેન્ડ છેઆ સાયલેન્સર આર.ટી.ઓના નિયમ મુજબ ગેરકાયદેસર છે જે નિયત માત્રાથી વધારે અવાજનું પ્રદૂષણ ફેલાવે છે.
    અગાઉ બેંગલુરૂર શહેરમાં એક વિશાળ ડ્રાઇવ યોજી અને લાઉડ એક્ઝોસ્ટ દૂર કરવાની કામગીરી થઈ હતી. આ ડ્રાઇવમાં બુલેટમાંથી કઢાયેલા સાયલેન્સરને રોલર નીચે કચડી નાખવામાં આવ્યા હતા.

(12:00 am IST)